તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 3 ગઠિયાએ ATMમાં કાર્ડ બદલાવીને વેપારીના રૂ. 68 હજાર ઉપાડી લીધા

3 ગઠિયાએ ATMમાં કાર્ડ બદલાવીને વેપારીના રૂ. 68 હજાર ઉપાડી લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એટીએમમાંનાણાં ઉપાડવા ગયેલા વેપારીનું કાર્ડ બદલાવીને ત્રણ ગઠિયાએ વેપારીના ખાતામાંથી રૂ.68,300 ઉપાડી લીધા હતા.

કોઠારિયા રોડ પર કૈલાસ પાર્કમાં રહેતા અને શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર નામથી દુકાન ધરાવતા અમૃતલાલ કાનજીભાઇ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, 8 જૂને સવારે પોતે હુડકો ચોકી નજીક એસબીઆઇના એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા ગયા હતા. એટીએમ કાર્ડ મશીનમાં ફસાઇ ગયું હતું, સમયે પૈસા ઉપાડવા આવેલા અન્ય 3 શખ્સને કાર્ડ ફસાઇ ગયાની વાત કરી હતી. 3 પૈકી એક શખ્સે વિશ્વાસમાં લઇને કાર્ડ કાઢી આપવાના બહાને પાસવર્ડ જાણી લીધા હતા અને કાર્ડ પરત આપતી વેળા કાર્ડ બદલાવી લીધું હતું.

પોતે ઘરે પહોંચ્યા ત્યારે 12:07 મિનિટે ખાતામાંથી 20 હજાર ઉપડી ગયાનો મોબાઇલમાં મેસેજ મળ્યો, બે મિનિટ પછી બીજા 5 હજાર, પછી 40 હજાર, બીજા દિવસે વહેલી સવારે એમ કુલ 4 ટ્રાન્ઝેકશનમાં રૂ.68,300 ઉપડી ગયા હતા. બેંકમાં તપાસ કરતા ઉપરોક્ત ઉપડી ગયેલી રકમ પૈકી રૂ.40 હજાર મોહનભાઇ આહીરના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. પીએસઆઇ એમ.જે.ધાંધલે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય ગઠિયાની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...