તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લોધિકાના ઢોલરા ગામે પતિએ પત્નીને છરીના ઘા ઝીંક્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોધિકાના ઢોલરા ગામે પતિએ પત્નીને છરીના ઘા ઝીંક્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોધિકાતાલુકાના ઢોલરા ગામે પતિએ પત્નીને ગળાના ભાગે છરી મારી દેતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સગા પુત્રે પિતા વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ કરતા લોધિકા પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.દરમિયાન ઇજાગ્રસ્ત પરિણીતાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં અાવી છે.

લોધિકા તાલુકાના ઢોલરા ગામે બની હતી. જેમાં ઘરકામ કરવા બાબતે ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દેતા તેને સારવાર માટ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં અાવી છે.

અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ લોધિકા તાલુકાના ઢોલરા ગામે રહેતા ચકુબેન મકવાણા નામની પરિણીતાને તેના પતિ રામજીભાઈ મકવાણા સાથે ઘરકામ કરવા બાબતે બોલાચાલી થઇ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ઉશ્કેરાયેલા રામજીભાઇઅે ચકુબેન પર છરી વડે હુમલો કર્યો હતો. બનાવમાં ચકુબેનને ગળાના ભાગે છરી લાગી જતાં તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અંગે પુત્ર વિનોદ રામજીએ પિતા વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પરિણીતા રાજકોટ સારવાર માટે ખસેડાઇ

પિતા સામે પુત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો