તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ આપઘાત નિવારણદિન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વમાંદર વર્ષે 10 સપ્ટેમ્બરનો દિવસ વિશ્વ આપઘાત નિવારણ દિન તરીકે મનાવવામાં આવે છે. તાજેતરમાં રાજકોટમાં વ્યાજખોરોથી તંગ આવી અનેક યુવાનોએ આપઘાતનો માર્ગ અપનાવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરમાં પ્રકાશિત અહેવાલ મુજબ દર વર્ષે 8 લાખથી વધુ લોકો આપઘાત કરી મૃત્યુને ભેટે છે. તે પૈકી 17 ટકા એટલે કે 1.35 લાખ લોકો ભારતમાંથી મોતને ભેટે છે. એટલે રોજના 370 લોકો આત્મહત્યા કરી જિંદગી ટુંકાવે છે. વળી આપઘાતનો પ્રયત્ન કરી મોતના મુખમાંથી બચી જનારાની સંખ્યાતો આનાથી 25 ગણી વધારે હોવાનો અંદાજ છે.

આત્મહત્યા કે આપઘાતના બનાવો કેમ બન્યા તેનું સર્વાંગી અને ચોક્કસ મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. આમ છતાં છેલ્લાં સંશોધન મુજબ વધુ ઉંમર, વૃદ્ધાવસ્થા, દારૂ-અફિણ કે બ્રાઉન સ્યુગરનું વ્યસન, વ્યક્તિએ ભૂતકાળમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય, ડિપ્રેશન મેનિયા, સ્ક્રિ‌ઝોફેનિયા, સનેપાત જેવી માનસિક બિમારી હોય, કૌટુંબિક મદદનો અભાવ કે નાણાભીડ જેવા કારણો મુખ્ય ભૂમિકા ભજવે છે. એક તુલના બાદ બહાર આવેલા તારણ મુજબ સ્ત્રીઓ આત્મહત્યાનો પ્રયત્ન વધારે કરે છે જ્યારે પુરૂષો આપઘાત કરવામાં વધુ સફળ રહે છે. જ્યારે નિવૃત્ત બેંક મેનેજર અરવિંદ વોરાએ કહ્યું હતું કે, અમદાવાદની ‘સાથ’ નામની સંસ્થા આપઘાત નિવારણ માટે સતત પ્રયત્નશીલ છે. સમસ્યાથી ઘેરાયેલા લોકોએ ફોન નં. 2635544 ઉપર સંપર્ક કરવો જેથી તેના પ્રશ્નનો ઉકેલ મળી જશે.

વર્ષે સંપર્ક, વાર્તાલાપ અને કાળજી મુખ્ય થીમ

^દરવર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપઘાત નિવારણ દિનની થીમ નક્કી કરે છે તે મુજબ વર્ષે ઉજવણીની થીમ સંપર્ક, વાર્તાલાપ અને કાળજીની રાખવામાં આવી છે. જો યોગ્ય સમયે આપઘાત કરનારા વ્યક્તિની દરમિયાનગીરી કરવામાં આવે તો આત્મહત્યાને અટકાવી શકાય છે આથી જે કોઇએ અત્યંત નજીકના સ્વજનો કે મિત્રો ગુમાવ્યા હોય તેઓને સામાજિક સંપર્કમાં રાખવા અને તેઓ સાથે સામાજિક સંપર્ક સ્થાપવો પ્રથમ પગલું બની રહે છે. > ડો.આઇ.જે. રત્નાણી, માનસિકરોગ નિષ્ણાત

ભારતમાં રોજ 370 લોકો આપઘાત કરે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો