તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર પતિ જબ્બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર પતિ જબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીમાવતર રહેતી પરિણીતાએ પતિ ભરત અને સસરા નરેન્દ્રભાઇ સામે નોંધાવેલી ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે, તેના લગ્ન 2009માં ભરત સાથે થયા હતા. પતિ લુહારી કામ કરે છે. સંતાનમાં 1 પુત્ર, 1 પુત્રી છે. લગ્ન જીવનના પ્રથમ 3 વર્ષ સુધી તેને સાસરિયાંમાં સારી રીતે રાખવામાં આવી હતી. ત્યાર બાદ પતિ અને સસરા મેણાં ટોણાં મારી ત્રાસ ગુજારતા હતા તેમજ ઝઘડો કરી ગાળો ભાંંડીને પિયરમાંથી કરિયાવર લઇ આવવા દબાણ કરતાં હતા.

પતિ પણ શારીરિક, માનસિક ત્રાસ ગુજારીને ધમકી દેતો હતો અને તેની ઇચ્છા વિરુધ્ધ બળજબરીથી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરી યાતના દેતો હતો. પરિણીતાની ફરિયાદ પરથી તેના પતિ અને સસરા વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. મહિલા પીએસઆઇ ત્રિવેદીએ આરોપી ભરતની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો