તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • યુપીના ફેરિયાનું રૂપિયા 50,000 પડાવવા મોરબીમાંથી અપહરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુપીના ફેરિયાનું રૂપિયા 50,000 પડાવવા મોરબીમાંથી અપહરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીમાંફેરિયા તરીકે વેપાર કરતા યુપીના એક શખ્સનું ગુરુવારે સવારે અપહરણ થયું હતું અને અપહરણ કરનારા બે સગીર સહિત્ આઠ શખ્સે બદલામાં ખંડણી તરીકે 50,000 રૂપિયાની માગણી કરી હતી બનાવ સંદર્ભે અપહૃતના સાથીદારે પોલીસને જાણ કરતા પોલીસે છટકું ગોઠવીને અપહરણના પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો અને આઠ આરોપી પૈકીના બે સગીર સહિતના કુલ આરોપીને દબોચી લીધા હતા અને અપહૃત પરપ્રાંતીય યુવાનનો છુટકારો કરાવ્યો હતો.

યુપીના ઝાંસી જિલ્લાથી મોરબી આવીને છૂટક ફેરી કરનારા બાહીદ જબારભાઈનું મહેશ હોટેલ નજીકથી અપહરણ થયું હતું. કારમાં સવાર આઠ શખ્સે બાહીદભાઈને કામકાજ અંગે વાતચીત શરૂ કરીને વેપારની વાતોમાં પરોવીને ગાડીમાં બેસાડ્યો હતો અને ફેરિયાનું અપહરણ કર્યું હતું અને તેના અપહૃતના સાથીદાર જાઉદિનભાઈને ફોન કરીને 50,000ની ખંડણીની માગ કરી હતી. જે મામલે જાઉદિનએ અપહરણ અંગે ગુનો નોંધાવતા પી.આઈ. ચૌધરી અને પીએસઆઈ ગઢવીએ અલગ અલગ ટીમ બનાવીને છટકું ગોઠવ્યું હતું .

ખંડણીની રકમ આપવાના બહાને પોલીસની ટીમે નવા બસ સ્ટેન્ડ નજીક આરોપીને ઘેરી લઈને ચાર આરોપી ઝડપાયા હતા અન્ય બે આરોપીને પણ નાસભાગ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા. બે આરોપી ચકમો આપીને નાસી ગયા હતા. પોલીસે રાજકોટમાં રહેતા જગા વિહાભાઇ ચાવડિયા, ટીડા હીરાભાઈ ચાવડિયા, પુનાભાઈ હીરાભાઈ ભરવાડ અને હરેશ ઉર્ફે હરી ભૂપત ગમારા તેમજ અન્ય બે સગીર આરોપી મળીને કુલ છને ઝડપી લઈને કાર કબજે કરી છે. રાજકોટથી મોરબી દર્શન માટે આવ્યા બાદમાં રૂપિયા કમાવાની લાલચે આઠેય શખ્સોએ ફેરિયાના અપહરણનો પ્લાન ઘડ્યો હતો.

રાજકોટના બે સગીર સહિત આઠ શખ્સે રચ્યું હતું તરકટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો