તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • યાર્ડમાં નવી આવકના શ્રીગણેશ, મગફળીના 750, કપાસનો ભાવ 1050

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાર્ડમાં નવી આવકના શ્રીગણેશ, મગફળીના 750, કપાસનો ભાવ 1050

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ, કોડીનાર, સાવરકુંડલા યાર્ડમાં માલ ઠલવાયો

સૌરાષ્ટ્રમાંખરીફ પાકના વાવેતરમાં મુખ્ય પાક મગફળી અને કપાસનું વાવેતર થાય છે. આગોતરું વાવેતર કરનાર ખેડૂતોના ખેતરમાં જણસી તૈયાર થઇ જતા યાર્ડમાં આવકના શ્રીગણેશ થઇ ગયા છે. મગફળીમાં અપેક્ષા કરતા ભાવ ઓછા હોવાનું ખેડૂત આગેવાનો કહી રહ્યા છે, જ્યારે કપાસમાં ગત સિઝન કરતા વધુ છે.

રાજ્યમાં ગત વર્ષે મગફળીનું વાવેતર 12,95,700 હેક્ટરમાં થયું હતું, તેની સામે ચાલુ વર્ષે 16,30,000 હેક્ટરમાં થયું છે. વાવેતર વધતા ઉત્પાદન પણ વધશે તેવી ધારણાએ યાર્ડમાં નવી મગફળીની આવક થતાની સાથે ભાવ પણ નીચા રહ્યા હતા. ગોંડલ યાર્ડમાં 81 ક્વિન્ટલ મગફળીની આવક રહી હતી અને મણનો ભાવ 700-886 હતો, જ્યારે કપાસની 5 ભારીની આવકે ભાવ 1001 બોલાયા હતા. સાવરકુંડલામાં કપાસની 20 મણની આવકે ભાવ 1080-1125 રહ્યા હતા અને કોડીનાર યાર્ડમાં મગફળીની 10 ગુણીની આવકે ભાવ 757 રહ્યા હતા.

સૌરાષ્ટ્રમાં ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં મગફળીનું 13,49,600 હેક્ટરમાં અને કપાસનું 17,44,500 હેક્ટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે કપાસમાં ગુલાબી ઇયળોનો ઉપદ્રવ અને ભાવ ઓછો મળવાના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર વધુ કર્યું છે. વર્ષે પણ ગુલાબી ઇયળો જોવા મળી હતી. જો કે, ખેડૂતોએ તેનો ઇલાજ કરી નાખ્યો છે. કપાસનું વાવેતર ઓછું થયું હોવાથી ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે, જ્યારે મગફળીના ભાવ અપેક્ષા કરતા ઓછા છે.

સિંગતેલમાંવધુ રૂ.20નો કડાકો

સિંગતેલમાંજન્માષ્ટમીના તહેવાર બાદ ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ગુરુવારે સિંગતેલ 15 લિટરમાં વધુ રૂ.20નો કડાકો બોલતા ભાવ 2060 થયા હતા. પામોલિનમાં રૂ.10નો ઘટાડો થતા ભાવ 1010-1020 થયા હતા. ચણા, બેસન, તુવેરદાળ, ખાંડ બજાર સ્થિર હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો