તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માલધારી : શેરી ગલીમાંથીઢોરને પકડો કમિશનર: હવેઘરમાં ઘૂસીને ઢોર પકડીશું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલધારી : શેરી-ગલીમાંથીઢોરને પકડો કમિશનર: હવેઘરમાં ઘૂસીને ઢોર પકડીશું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટનારાજમાર્ગો પર રખડતાં ઢોરનો સફાયો કરવા માટે મહાપાલિકાએ વધુ એકવખત કડક ઝુંબેશ શરૂ કરતાં માલધારીઓમાં દેકારો મચી ગયો છે. તંત્રનું નાક દબાવવા માટે માલધારીઓએ રેલી કાઢી દેખાવો કર્યો હતો. બાદમાં મ્યુનિ. કમિશનર વિજય નેહરાને રજૂઆત કરવા જતાં કમિશનરે કોઇપણ જાતના દબાણમાં આવ્યા વગર એવી આખરી ચેતવણી આપી દીધી હતી કે, ઢોરને છુટ્ટા મૂકી દેતા માલધારીઓનું હિટલિસ્ટ તૈયાર કરીને તેના ઘરમાં ઘૂસીને ઢોર પકડી લેવાશે. ટૂંક સમયમાં શસ્ત્ર ઉગામવામાં આવશે એવું અલ્ટિમેટમ આપ્યું હતું.

ગુરુવારે સવારે 10 વાગ્યે માલધારીઓ શાસ્ત્રીમેદાનમાં એકઠાં થયા હતા. બાદમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી સુધી રેલી કાઢી હતી. ભૂતકાળમાં બનેલી ઘટનાના પગલે મનપા કચેરીમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. માલધારીઓને મનપાના મેદાન સુધી પ્રવેશવા દેવાયા હતા ત્યાંથી આગળ નાકાબંધી કરી દેવાઇ હતી. જો કે, મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ કોઇપણ પાંચ આગેવાન રજૂઆત કરવા આવી શકે છે તેવી મંજૂરી આપતાં પોલીસ જાપ્તા હેઠળ રણજીત મુંધવા, રાજુભાઇ જુંજા, ભીખાભાઇ પડસારિયા, જીજ્ઞેશભાઇ સભાડ(એડવોકેટ), મીઠાભાઇ જોગરાણા સહિતનું પ્રતિનિધિ મંડળ કમિશનર ચેમ્બરમાં ગયું હતું.

માલધારી આગેવાનોએ સીધી એવી માગણી કરી હતી કે, માલધારી વસાહત બનાવો ત્યાં સુધી શેરી ગલીમાંથી ઢોર પકડવામાં આવે. સામે મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ એક વાક્યમાં એવો પ્રત્યુત્તર આપ્યો હતો કે, ઢોરને રોડ પર છોડવાની ટેવ ધરાવતા માલધારીઓને આઇડેન્ટિફાઇ કરી તેનું હિટલિસ્ટ તૈયાર કરાશે અને બાદમાં તેમના ઘરમાં ઘૂસીને ઢોર પકડાશે.

બાદમાં માલધારી વસાહત બને ત્યાં સુધી એનિમલ હોસ્ટેલમાં અમે કહીએ સુવિધાની માગ સાથે માલધારીઓએ માલઢોર ત્યાં મોકલવા સહમત છીએ. સામે કમિશનરે પણ ખાતરી આપી હતી.

તંત્રનું નાક દબાવવા માલધારીઓએ રેલી કાઢી મનપામાં કર્યા દેખાવો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો