તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 16 ઓક્ટોબરે ક્લાર્કની ભરતીની પરીક્ષા યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

16 ઓક્ટોબરે ક્લાર્કની ભરતીની પરીક્ષા યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારનીવિવિધ કચેરીઓમાં કારકુનોની ભરતી માટે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા આગામી 16 ઓક્ટોબરે પરીક્ષા લેવામાં આવનારી છે ત્યારે દરેક જિલ્લામાં પરીક્ષાની તૈયારીની સમીક્ષા કરવા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનની વીડિયો કોન્ફરન્સ બુધવારે યોજાઇ હતી જેમાં રાજકોટ જિલ્લામાં પરીક્ષામાં કુલ 33450 ઉમેદવારો બેસશે તેવી માહિતી આપવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી એમ.એ. હરિયાણીએ જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળની વીડિયો કોન્ફરન્સમાં પરીક્ષાની તૈયારી સંદર્ભે માહિતી માગવામાં આવી હતી જેમાં રાજકોટ જિલ્લાના 33450 ઉમેદવારોની પરીક્ષા માટે 112 બિલ્ડિંગોના 1115 બ્લોકમાં પરીક્ષા લેવાનું આયોજન કરાયાની વિગતો આપવામાં આવી હતી.

પરીક્ષાના ચીફ કન્ડક્ટર તરીકે અધિક જિલ્લા કલેક્ટર હર્ષદ વોરા છે અને દોઢ કલાકનું પેપર લેવાશે જેમાં ઓએમઆર પધ્ધતિથી 100 પ્રશ્નો 100 ગુણના પૂછાશે. સમગ્ર રાજ્યમાં પરીક્ષામાં કુલ 7.50 લાખ જેટલા ઉમેદવારો બેસવાના છે.

રાજકોટમાં 33450 ઉમેદવારો નોંધાયા

ગૌણ સેવા મંડળની વીડિયો કોન્ફરન્સ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો