• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી જેવાં શહેરોમાં હિટવેવ યથાવત્ રહેશે

રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી જેવાં શહેરોમાં હિટવેવ યથાવત્ રહેશે

સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય રાજ્યમાં ગરમીમાં સામાન્ય ઘટાડાની શક્યતા

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:30 AM
રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી જેવાં શહેરોમાં હિટવેવ યથાવત્ રહેશે
રાજકોટ| જેટ સ્ટ્રીમની અસરો ઘટતાં રાજ્યમાં ફરીથી ઉત્તર-પશ્ચિમથી ઉત્તરનાં પવનો શરૂ થયાં છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશનથી રાજ્યનાં 7 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. તેમજ આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન મોટાભાગનાં શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. શનિવારે રાજકોટનું મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 24.1 ડિગ્રી નોંધાયું હતું. 42.7 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છનાં રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં હિટવેવનું જોર યથાવત્ રહેશે.

X
રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી જેવાં શહેરોમાં હિટવેવ યથાવત્ રહેશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App