ભાવનગરનો સંજય બન્યો મિ. સૌરાષ્ટ્ર

Body Building

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:30 AM
ભાવનગરનો સંજય બન્યો મિ. સૌરાષ્ટ્ર
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડિંગ એસોસિએશન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મસલ્સ એન્ડ ફિટનેસ જિમ દ્વારા પંદરમા વર્ષે શનિવારે હનુમાન જયંતીના દિવસે ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડિંગ અને દંડ-બેઠક સ્પર્ધા યોજાઇ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલી સ્પર્ધામાં સૌરાષ્ટ્રભરના 300થી વધુ બોડી બિલ્ડર તેમનું શારીરિક સૌષ્ઠવ બતાવવા ભાગ લીધો હતો. શનિવારે સવારે આ સ્પર્ધા અંતર્ગત દંડ-બેઠક સ્પર્ધા યોજાઇ હતી. દંડમાં 90 અને બેઠકમાં કુલ 87 યુવાનોએ ભાગ લીધો હતો. ત્યાર બાદ સાંજે જુદા જુદા 6 વજનગ્રૂપની બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજાઇ હતી. જો કે, આ સ્પર્ધા તેના નિયત સમય કરતાં બે-અઢી કલાક મોડી શરૂ થઇ હતી અને મોડે સુધી સ્પર્ધા ચાલુ રહી હતી.સ્પર્ધામાં અંતે ભાવનગરનો સંજય રાઠોડ મિ. સૌરાષ્ટ્ર તરીકે જાહેર કરાયો હતો. જ્યારે રનરઅપ કપીલ સોની બન્યો હતો. બન્ને વિજેતાઅોને ટ્રોફી આપી પ્રોત્સાહીત કરાયા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં યોજાઇ ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડિંગ અને દંડ-બેઠક સ્પર્ધા

1987માં પહેલી વખત રાજકોટમાં દંડ-બેઠકની સ્પર્ધા યોજાઇ

રાજકોટમાં 1987માં પહેલી જ વખત દંડ-બેઠકની સ્પર્ધા રેસકોર્સનાં માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવેલી વ્યાયામ શાળામાં યોજાઇ હતી. જો કે, 9 વર્ષ સુધી સ્પર્ધા યોજાઇ ન હતી. ત્યાર બાદ સૌરાષ્ટ્રભરના યુવાનો ભાગ લઇ શકે તે માટે 1995માં ફરી ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડિંગ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી અને 24 વર્ષથી સતત આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યાંનું રાજકોટ ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડિંગ એસો.ના હોદ્દેદાર ડો.કેતન ત્રિવેદીએ કહ્યું છે.

વજન કેટેગરીના વિજેતાઓ વચ્ચે ફાઇનલ અને પછી તેમાંથી જાહેર થાય છે મી.સૌરાષ્ટ્ર

સ્પર્ધામાં જુદા જુદા 6 વજન કેટેગરી રાખવામાં આવી હતી. છએય વજન કેટેગરીમાં પ્રથમ આવનાર બોડી બિલ્ડર મી.સૌરાષ્ટ્રની સ્પર્ધામાં પહોંચે છે. ત્યાર બાદ જજીસ દ્વારા નક્કી કરવામાં આવે છે મી.સૌરાષ્ટ્ર.

905 દંડ કરી પંકજ ટાંક 18મી વખત ચેમ્પિયન

શનિવારે સવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે દંડ-બેઠક સ્પર્ધા યોજાઇ હતી. સૌરાષ્ટ્રભરમાંથી આવેલા યુવાનોએ તેમની શારીરિક ક્ષમતાનો પરિચય આપ્યો હતો. ત્યારે છેલ્લા 17-17 વર્ષથી સૌથી વધુ દંડ કરનાર ફાયરબ્રિગેડના કર્મચારી પંકજ ટાંકે 45 મિનિટમાં 905 દંડ કરી 18મી વખત ચેમ્પિયન બન્યા છે. એટલું જ નહીં પંકજ ટાંકે બેઠક સ્પર્ધામાં પણ 45 મિનિટમાં 1118 બેઠક કરી ત્રીજુ સ્થાન મેળવ્યું છે.

દંડ સ્પર્ધાના વિજેતા

પંકજ ટાંક 905

જૈનિક દવે 515

આકાશ પંડ્યા 442

બેઠક સ્પર્ધાના વિજેતા

પ્રિયાંગ વાદી 1290

સંતોષ જાગુસ્તે 1212

પંકજ ટાંક 118

કયા વજન ગ્રૂપમાં કોણ-કોણ વિજેતા

50થી 55 કિ.ગ્રા.વજન ગ્રૂપ

તેજશ તાપડે, યાસીન અંસારિયા,સુરેશ જાડા

55થી 60 કિ.ગ્રા.વજન ગ્રૂપ

શંકર બારૈયા, અક્રમ ચૌહાણ, સરવૈયા રાકેશ

60થી 65 કિ.ગ્રા.વજન ગ્રૂપ

કપિલ સોની,નાનુ સોલંકી, હિતેશ પરમાર

65થી 70 કિ.ગ્રા.વજન ગ્રૂપ

રાધનપુરા વૈભવ, બરકતઅલી, વિજય સોલંકી

70થી 75 િક.ગ્રા.વજન ગ્રૂપ

રાઠોડ સંજય, જયદીપ સોની, સાકરિયા શ્યામ

ઓપન કેટેગરી

ઝાકીર મુસ્તાક, ઝોરા પિયુષ, ગૌતમ ડાંગર

X
ભાવનગરનો સંજય બન્યો મિ. સૌરાષ્ટ્ર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App