• Gujarati News
  • National
  • રેલવેના 3 અધિકારી લાંચ લેતાં પકડાયા

રેલવેના 3 અધિકારી લાંચ લેતાં પકડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્ટર્નરેલ-વે રાજકોટની ડિવિઝનલ ઓફિસમાં મંગળવારે સવારે એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને બે ક્લાસવન ઓફિસર સહિત 4 અધિકારીને રૂ. 1.25 લાખની લાંચ સ્વીકારતી વખતે ઝડપી લીધા હતા. પાણી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર પાસેથી બિલના અડધા ટકા કમિશન લેખે એક માસથી લાંચ માગવામાં આવતી હતી, લાંચની રકમ નહીં મળતા કોન્ટ્રાક્ટરના ભાગીદારના રેલવેના અન્ય કામની ડિપોઝિટ લાંચિયા અધિકારીઓને અટકાવી દેતા અંતે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. લાંચ લેતા ઝડપાયેલા ત્રણેય

...અનુસંધાન પાનાં નં.12

અધિકારીના નિવાસસ્થાનની રાત સુધી જડતી લેવામાં આવી હતી જોકે કશું વાંધાજનક મળ્યું હતું. રેલવેના કર્મચારીઓ કેન્દ્ર સરકાર હેઠળ આવતા હોવાથી કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં અાવી છે.

વાંકાનેરથી અલિયાબાડા રેલવે સ્ટેશનો અને સ્ટાફ ક્વાર્ટરમાં પાણી સપ્લાય કરવાનું ટેન્ડર નીકળતા અાર.આર.અગ્રાવત નામથી ભાગીદારી પેઢી ધરાવતા રાજેન્દ્રસિંહ ઝાલાને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. પેઢીમાં હડમતિયાના અનિરૂધ્ધસિંહ જાડેજાએ ટેન્ડર ભર્યું હતું. ટેન્ડર પ્રક્રિયામાં તેમનું ટેન્ડર પાસ થતાં એક માસ પહેલાં તેમની પેઢીને પાણી સપ્લાયનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કુલ રૂ. 75 લાખના કોન્ટ્રાક્ટમાં સમયસર બિલ મંજૂર થઇ જાય અને કોઇ કનડગત નહીં કરવા માટે સિનિયર ડિવિઝનલ એન્જિનિયર આર.કે.મીના, ડિવિઝનલ એન્જિનિયર અવનિશકુમાર અનિલકુમાર કુર્મી અને ચીફ ઓફિસ સુપરીન્ટેન્ડન્ટ રસિક મનસુખભાઇ વ્યાસે કુલ રકમના અડધા ટકા કમિશન લેખે રૂ. 1.50 લાખની લાંચ માંગી હતી. રકઝકના અંગે રૂ. 1.25 લાખમાં વહીવટ નક્કી થયો હતો.

લાંચની રકમ આપવામાં ઢીલ થતાં પૈસા કઢાવવા માટે લાંચિયા અધિકારીઓએ આર.આર.અગ્રાવત પેઢીના રેલવેના અન્ય કામના કોન્ટ્રાક્ટની ડિપોઝિટની રકમ અટકાવી દેતા કોન્ટ્રાક્ટર રાજેન્દ્રસિંહે 13 માર્ચે એસીબી, રાજકોટમાં ઉપરોક્ત ત્રણેય અધિકારી સામે લાંચની માંગણીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાઇ ગયા બાદ મંગળવારે સવારે કોઠી કમ્પાઉન્ડમાં ડી.આર.એમ. કચેરીમાં એન્જિનિયરિંગ ડિવિઝનમાં ચીફ ઓફિસ સુપરીન્ટેન્ડેન્ટ રસિક વ્યાસને ત્રણેયની લાંચની રકમ આપવાનું નક્કી થતાં એસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર એચ.આર.ઝાલાના માર્ગદર્શન હેેઠળ પીઆઇ કે.એચ.ગોહિલ, મદદનીશ દિલીપસિંહ,સુભાષગીરી, નવીનભાઇ, મયૂરભાઇ મજિઠિયા સહિતના સ્ટાફે અલગ અલગ ટીમ બનાવી કોઠી કમ્પાઉન્ડમાં વોચ ગોઠવી દીધી હતી. સિનિયર ડિવિઝનલ એન્જિનિયર આર.કે.મીના વતી લાંચની રકમ સ્વીકારનાર ઓ.એસ. રસિક વ્યાસ અને ડિવિઝનલ એન્જિનિયર અવિનાશ કુર્મીને વોચમાં ગોઠવાયેલા સ્ટાફે ઝડપી લીધા હતા. રેલવેના 3 ઉચ્ચ અધિકારી લાંચ લેતાં પકડાઇ ગયાની જાણ થતાં કચેરીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા ગઇ ગયા હતા. રેલ-વેમાં દરેક કામના કોન્ટ્રાક્ટમાં કમિશન, લાંચ ફરજિયાત હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે 3 ઉચ્ચ અધિકારી લાંચના છટકામાં સપડાઇ જતાં સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપવામાં આવતા સીબીઆઇના ઇન્સ્પેક્ટર સુનિલકુમાર નાયકે તપાસનો દોર સંભાળી લીધો છે. તપાસમાં રેલવેના અનેક ભ્રષ્ટ અધિકારીઓને છાંટા ઉડવાની સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.

મકાનની જડતી સમયે મીનાના પત્નીની તબિયત લથડી, ડોક્ટરને બોલાવાયા..

કલાસ વન અધિકારી આર.કે.મીના, અવિનાશ કુર્મી અને રસિક વ્યાસ લાંચના છટકામાં પકડાઇ ગયા બાદ ત્રણેયના નિવાસ્થાનની જડતી લેવામાં આવી હતી. તેમના રહેણાક તેની પત્નીને જાણ થતાં તેના પત્નીની તબિયત અચાનક લથડતા તેમની સારવાર માટે રેલવે હોસ્પિટલના ડોક્ટરને બોલાવવા પડ્યા હતા.

કોન્ટ્રાક્ટરના ભાગીદારે અગાઉ પણ રેલવેના અધિકારીને પકડાવ્યા હતા..

આર.આર. અગ્રાવત પેઢીના ભાગીદાર અનિરૂધ્ધસિંહ જાડેજાએ સાત વર્ષ પહેલાં પણ રેલવેના કામના કોન્ટ્રાક્ટ સમયે લાંચ માંગનાર અધિકારીને એસીબીમાં પકડાવ્યા હતા. વખતે પણ ભાગીદારને ફરિયાદ કરવા તેમણે તૈયાર કર્યા હતા.

એસીબીનો સ્ટાફ આંટાફેરા કરતો હતો છતાં જાણ થઇ..

એસીબીના અધિકારીઓ સહિતનો સ્ટાફ સવારથી કોઠી કમ્પાઉન્ડમાં ડીઆરએમ કચેરી આસપાસ અલગ અલગ જગ્યાએ વોચમાં ગોઠવાઇ ગયો હતો. વર્ષોથી બેધડક ખુલ્લેઆમ લાંચની રકમ સ્વીકારતા અધિકારીઓએ તેમની સામે એસીબીમાં ફરિયાદ થાય તેવું સ્વપ્નમાં પણ વિચાર્યું હોવાથી કોઠી કમ્પાઉન્ડમાં સવારથી આંટાફેરા કરી રહેલા એસીબીના સ્ટાફ ઉપર શંકા ગઇ હતી.

CBIની ટીમ તપાસ માટે રાજકોટ દોડી આવી

રેલવેના બે ક્લાસ-1 અધિકારી સહિત 3 શખ્સ લાંચ લેતા ઝડપાયા.

વર્ગ-1 કરતા વર્ગ- 3ના અધિકારીનો ભાવ વધુ!

}આર.કે.મીના (સિનિયર ડિવિઝનલ એન્જિનિયર) રૂ. 35 હજાર

} અવિનાશ કુર્મી, (ડિવિઝનલ એન્જિનિયર) રૂ.40 હજાર

} રસિક વ્યાસ ( ચીફ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ) 50 હજાર

રાજકોટમાં ડીઆરએમ કચેરીમાં મંગળવારે સવારે 1.25 લાખ લેતા ACBએ ઝડપી લીધા

અન્ય સમાચારો પણ છે...