તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રૈયા સર્કલ અને મવડી ચોકડી પરના ઓવરબ્રિજના કામની તૈયારી શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૈયા સર્કલ અને મવડી ચોકડી પરના ઓવરબ્રિજના કામની તૈયારી શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાંવધુ બે મેગા પ્રોજેક્ટ મવડી ચોકડી તેમજ રૈયા ચોકડી પર ફ્લાય ઓવરબ્રિજ આકાર લેવાના શ્રીગણેશ થઇ ચૂક્યા છે. બ્રિજના સિવિલ કામ માટે નડતરરૂપ ટ્રાફિક સિગ્નલ પોલ, વીજળીના થાંભલા સહિતની યુટિલિટી લાઇન કાઢવાના કામનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ટૂંક સમયમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ભૂમિપૂજન માટેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

હાલ જે રીતે કે.કે.વી. ચોક અને ઇન્દિરા સર્કલ પર બ્રિજ છે પ્રકારનો સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ બનવાનો છે. બન્ને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરને અપાઇ ગયો છે. જો કે, ચોમાસાના દિવસો આવી જતા કામ શરૂ થઇ શક્યું હતું. હવે ચોમાસું વિદાય લેવામાં છે ત્યારે સિવિલ વર્ક પહેલા કરવાના થતા કામનો પ્રારંભ થઇ ચૂક્યો છે. છેલ્લા બે દિવસથી ટ્રાફિક સિગ્નલના પોલ કાઢવાનું કામ ચાલી રહ્યું છે. ઇલેક્ટ્રિક થાંભલા અન્ય યુટિલિટી સર્વિસ લાઇન શિફ્ટ કરવામાં આવશે. દરમિયાન ટૂંક સમયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરાવવાની તૈયારી પણ શાસકોએ શરૂ કરી દીધી છે.

પીજીવીસીએલ સહિતનાને 2 માસ પહેલા લેખિત જાણ કરાઇ હતી

^પીજીવીસીએલ, ટ્રાફિક પોલીસ, બી.એસ.એન.એલ. સહિત મોબાઇલ નેટવર્ક કંપનીને લાઇન શિફ્ટિંગ માટે બે માસ પહેલાં જાણ કરી દેવાઇ હતી. ચોમાસું પૂર્ણ થવા આવતા હવે કામ શરૂ કરી દેવાયું છે. > ભાવેશજોષી, સિટીઇજનેર

રૈયા ચોકડીએ બનશે રૂ.27.65 કરોડના ખર્ચે બ્રિજ

}રૈયા ચોકડીએ પણ સાઉથ ટુ નોર્થ બ્રિજ બનશે.

} 8.40 રનિંગ મીટરની એક લેન એવી 2 લેન બનશે.

} બ્રિજની લંબાઇ 526 મીટરની રાખવામાં આવી છે.

} એક ઢાળ મોદી સ્કૂલ નજીકથી શરૂ થશે, જ્યારે બીજો ઢાળ રૈયા સર્કલ ક્રોસ કરીને નાણાવટી ચોક તરફ વોર્ડ ઓફિસ નજીક પૂરો થશે.

} પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.25.8 કરોડ રાખવામાં આવ્યો હતો. ટેન્ડર પ્રક્રિયામાં 3.7 ટકા ઓન(ઊંચા ભાવ) આવતા રૂ.27.65 કરોડના ખર્ચે બ્રિજ બનશે.

} મવડી ચોકડીએ સાઉથ ટુ નોર્થ એટલે કે બીઆરટીએસ ટ્રેકને સમાંતર ઓવરબ્રિજ બનશે.

} લંબાઇ 475 મીટરની રહેશે.

} પહોળાઇ કે.કે.વી. સર્કલ પર છે રીતે સ્પ્લિટ(અલગ અલગ બે લેન)માં રહેશે.

} પ્રોજેક્ટનો ડીપીઆર(ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ) બન્યો ત્યારે ખર્ચનો અંદાજ રૂ.22.86 કરોડનો રાખવામાં આવ્યો હતો.

} ટેન્ડર પ્રક્રિયામાં 7.17 ટકા ઓન(ઊંચા ભાવ) એટલે કે રૂ.24.28 કરોડ આવ્યા છે.

આવો હશે મવડી ચોકડીનો બ્રિજ

ટૂંક સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરાશે

ટ્રાફિક સિગ્નલ પોલ, વીજથાંભલા સહિતની યુટિલિટી દૂર કરવાનો પ્રારંભ કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો