તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તપોવન સ્કૂલ RTEના વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવતી હોવાનો આક્ષેપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપોવન સ્કૂલ RTEના વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવતી હોવાનો આક્ષેપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
150ફૂટ રિંગ રોડ પર આવેલી તપોવન સ્કૂલમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ એડમિશન લેનારા વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે સુશાસન સંસ્થા દ્વારા ગુરુવારે સાત વાલીઓની સહી સાથેનું કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ જે બાળકોને ખાનગી સ્કૂલોમાં વિનામૂલ્યે એડમિશન મળ્યા છે. તેમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી તપોવન સ્કૂલમાં આરટીઇના કાયદા મુજબ એડમિશન લેનારા બાળકો પાસેથી અલગ-અલગ પ્રકારે ફી લેવામાં આવી રહી છે અને બાળકોના માતા-પિતા ફી દેવાનો જો ઇનકાર કરે તો તપોવન સ્કૂલ દ્વારા બાળકો અને તેના માતા-પિતાને ધમકી આપે છે. સ્કૂલ સામે પગલાં ભરવા માગ કરાઈ હતી.

પ્રવાસ ફી લઇએ છીએ અને તે પણ સ્વૈચ્છિક છે

આરટીઇહેઠળ એડમિશન લેનારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે એજ્યુકેશનની કોઇ પ્રકારની ફી લેવાતી નથી. માત્ર પ્રવાસ ફી અને સ્ટેશનરીની ફી લેવામાં આવે છે અને તે પણ સ્વૈચ્છિક હોય છે. સ્ટેશનરી સ્કૂલમાંથી લીધી હોય તો ચાર્જ લેવામાં આવે છે, પરંતુ તે બહારથી લેવાની છૂટ હોય છે. > પુષ્કરરાય રાવલ, તપોવન સ્કૂલ

વાલીઓએ પગલાં ભરવાની માગણી કરી

સુશાસન સંસ્થાએ કલેક્ટરને પાઠવ્યું આવેદન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો