તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે એક લાખ એકાદશીનું ફળ આપતી રાધાષ્ટમીનું વ્રત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે એક લાખ એકાદશીનું ફળ આપતી રાધાષ્ટમીનું વ્રત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેવાધિદેવમહાદેવની ભક્તિની પરાકાષ્ટાનું પ્રતીક દશાનંદ- લંકેશ છે તો કૃષ્ણ ભગવાનની ભક્તિની તીવ્રતા, પરાકાષ્ટાનું પ્રતીક રાધાજી છે. વ્રજના બરસાના ગામમાં ભાદરવા સુદ -8ના તેમનો જન્મ થયો હતો. શુક્રવાર 9 સપ્ટેમ્બરે રાધાષ્ટમી છે. દિવસે વ્રત કરનારને એક લાખ એકાદશીના વ્રતનું ફળ મળે છે. ઇસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવાદાસજીના જણાવ્યા મુજબ ભગવાન શ્રી કૃષ્ણને આનંદ પ્રદાન શક્તિનું નામ રાધા છે. ભગવાન શ્રી કૃષ્ણની તીવ્ર અારાધના કરનારને ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોમાં તેઓ સૌથી મોખરે છે. કેમ કે, રાધાજીની ભક્તિની તીવ્રતાનો કોઇ પાર નથી.

વેદજ્ઞ નિશિથભાઇ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ પદ્મપુરાણ ચતુર્થ બ્રહ્મખંડ અધ્યાય 7માં રાધાષ્ટમીનું વ્રત, ફળનું વર્ણન 44 શ્લોકમાં કરવામાં આવ્યું છે. જેના વક્તા બ્રહ્માજી છે તો શ્રોતા નારદજી, સૈનકાદિક ઋષિઓ છે. ભારદવા સુદ 8ના રાધાજીનો જન્મ થયો હોવાથી તેમના પ્રાગટ્યદિનને રાધાષ્ટમી, રાધાજી જન્માષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. રાધાષ્ટમીનું વ્રત કરનારને એક લાખ એકાદશી કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. જેના લીધે 84 લાખ યોનીમાં કરેલા પાપોનો નાશ થાય છે. બ્રહ્મત્યાદી પાપથી મુક્તિ મળે છે. એક હજાર કન્યાદાનનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

ઇસ્કોન મંદિરે ઉજવણી

કાલાવડરોડ પરના ઇસ્કોન મંદિરે રાધાષ્ટમી મહોત્સવની શુક્રવારે ઉજવણી થશે. મંદિરના અડધા ભાગમાં પાણી ભરી હોજ બનાવી તેમાં રાધાજીને નૌકાવિહાર કરાવવામાં આવશે. રાધાજી પર વૈષ્ણવસેવાદાસજી પ્રવચન અપાશે. કૃષ્ણ ભગવાન રાધાજીની વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોમાં રાધાજી સૌથી મોખરે છે

રાધાજીનો જન્મ ભાદરવા સુદ આઠમે બરસાનામાં થયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો