તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જંક્શનની હત્યામાં મૃતકની પત્નીના પરિચિતોની પૂછપરછ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જંક્શનની હત્યામાં મૃતકની પત્નીના પરિચિતોની પૂછપરછ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટનાજંકશન પ્લોટ શેરી નં.15માં ‘વ્રજ વિહાર’ નામના મકાનમાં રહેતા અને મિલપરામાં મોબાઇલની દુકાન ચલાવતા જીજ્ઞેશ જગદીશભાઇ ગોકાણી(ઉ.વ.29)ની હત્યામાં પોલીસે મૃતકની પત્નીના પરિચિતોની પૂછપરછ હાથ ધરી છે અને એક શખ્સને ઉઠાવી લઇ તેના મોબાઇલની ડિટેલ કઢાવવા તથા બનાવ સમયે તે ક્યાં હતો, સહિતના મુદ્દે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જંકશન પ્લોટ શેરી નં.15માં રહેતા જીજ્ઞેશ જગદીશભાઇ ગોકાણી ગત 30 ઓગસ્ટે મોડીરાતે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા બાદ પી.એમ. રિપોર્ટમાં જીજ્ઞેશની હત્યા તીક્ષ્ણ હથિયાર ઝીંકી થયાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

છેલ્લા એક અઠવાડિયાથી ચાલતી તપાસમાં પોલીસને મહત્ત્વની કડી મળી છે અને જીજ્ઞેશની હત્યા ઘર પાસે થઇ ત્યારે પણ કુવાડવામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી તેની પત્ની અમોલા ગાઢ નિદ્રામાં હોવાની વાત પોલીસને ગળે ઉતરતા પોલીસે તેની સાથે સંકળાયેલા લોકો પર તપાસ કેન્દ્રિત કરી હતી અને અમોલાના પરિચિતોની પૂછપરછ આદરી છે અને એક શખ્સને ઉઠાવી લઇ તેની પૂછપરછ હાથ ધરી છે.

જો કે, પોલીસને હત્યાના કેસમાં નક્કર કડી મળી નથી. પોલીસે ઉઠાવી લેવાયેલા શખ્સના મોબાઈલની કોલ ડિટેઈલ કઢાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

શંકાસ્પદ શખ્સની કોલ ડિટેલ પણ કઢાવાઇ

લોહાણા યુવાનની હત્યાનો ભેદ ઉકેલાવાની આરે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો