તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એક હજારના દરની 7 જાલીનોટ સાથે ઝારખંડનો શ્રમિક પકડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક હજારના દરની 7 જાલીનોટ સાથે ઝારખંડનો શ્રમિક પકડાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૂત્રધાર સહિત બે શખ્સ જાલીનોટના મોટા જથ્થા સાથે ફરાર

જાલીનોટબજારમાં વટાવવા માટે પરપ્રાંતની ટોળકી ઉતરી પડી છે. હુડકો વિસ્તારમાં બે દિવસ પહેલાં જાલીનોટ વટાવવામાં સફળ થયેલો ઝારખંડનો પ્રૌઢ શ્રમિક ગુરુવાર ફરી વખત જાલીનોટ વટાવવા માટે આવતાં પોલીસે તેને 1 હજારના દરની 7 જાલીનોટ સાથે ઝડપી લીધો હતો. તેની સાથેના સૂત્રધાર સહિત બે શખ્સ જાલીનોટના મોટા જથ્થા સાથે નાસી છૂટ્યા હતા. શ્રમિકને 10 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરાશે.

થોરાળા વિસ્તારમાં રામનગરમાં કાસ્ટિંગના કારખાનામાં કામ કરતો અને ત્યાં ઓરડીમાં સૂઇ રહેતો કામેશ્વર બલ્લુજી યાદવ (ઉ.વ.55, બલથર, ઝારખંડ) જાલીનોટ વટાવવા આવ્યો હોવાની ઇન્ચાર્જ પીઆઇ બી.ટી.ગોહિલને બાતમી મળી હતી. જેના આધારે સ્ટાફ સાથે વોચ ગોઠવીને જાલીનોટ વટાવવા આવેલા કામેશ્વરને ઝડપી લેવાયો લેવાયો હતો. તેની પાસેથી 1 હજારના દરની 7 જાલીનોટ મળી આાવી હતી. કામેશ્વરે તેની સાથે કામ કરતા અરૂણ યાદવ પાસેથી 3 દિવસ પહેલાં 1-1 હજારની 10 નોટ ખરીદ કર્યાની અને 3 નોટ બુધવારી બજારમાં વટાવી લીધાની કબૂલાત આપી હતી. કામેશ્વરે પોતે પકડાયો ત્યારે અરૂણ અને શ્રીકાંત તેની સાથે હોવાની અને પોલીસને જોઇને નાસી ગયાની કબૂલાત આપી હતી.

1 હજારની જાલીનોટ રૂ.300માં આપતો હતો

કામેશ્વરનીકેફિયત મુજબ દોઢ મહિના પહેલાં અરૂણ વતનથી જાલીનોટનો મોટો જથ્થો લઇને આવ્યો હતો.અરૂણ અને શ્રીકાંત રૂ.300ના બદલામાં 1 હજારની 1 જાલીનોટ આપતા હતા.

નોટપારખવામાં ભલભલા થાપ ખાઇ જાય

પોલીસેજણાવ્યું હતું કે, જપ્ત કરાયેલી 1 હજારની જાલીનોટ અસલીનોટ જેવી દેખાય છે. કાગળ, પ્રિન્ટિંગ, વોટર માર્ક, એમ્બોસ પ્રિન્ટ અને આર.બી.આઇ.ની સિલ્વર-ગ્રીન લાઇનિંગ પણ છે. જાલીનોટ પારખવામાં ભલભલા વ્યક્તિ થાપ ખાઇ જાય. માત્ર ગાંંધીજીનો વોટર માર્ક રેલાયેલો છે. અસલી નોટને ત્રાંસી કરીને જોવાથી આરબીઆઇની લાઇનિંગમાં કલર શેડ બદલાય છે, જાલીનોટમાં કલર રહે છે.

હુડકોમાં ફરી જાલીનોટ વટાવવા આવ્યોને સપડાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો