તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ત્રણ નાયબ મામલતદારને શો કોઝ નોટિસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ નાયબ મામલતદારને શો-કોઝ નોટિસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેરવર્તણૂક કરનારા કર્મચારી પર તવાઈ ઉતરી

અધિકારીના આદેશનું પાલન નહીં કરનારા સામે કાર્યવાહી

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટજિલ્લાના 35 નાયબ મામલતદારોની બદલીનો ઘાણવો બુધવારે જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ કાઢ્યો હતો અને ફરજમાં બેદરકારી અને ઉપરી અધિકારીના આદેશની અવગણના કરવા અંગે ત્રણ નાયબ મામલતદારોને શો-કોઝ નોટિસ ઇશ્યૂ કરાતા વહીવટી તંત્રમાં ભારે ચકચાર જાગી છે.

અધિક કલેક્ટર વોરાએ જણાવ્યું હતું કે, ઉપલેટા ખાતે ફરજ બજાવતા ડી.ડી.વાઢેર સામે શાપર-વેરાવળમાં કરોડો રૂપિયાની સરકારી જમીનોમાંથી દબાણ હટાવવાની કામગીરીમાં રજા પર ઉતરી જવા સહિતના મુદ્દે થયેલા રિપોર્ટના આધારે કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ ફરજમાં બેદરકારી દાખવવા સબબ શો-કોઝ નોટિસ ઇશ્યૂ કરી છે. તેવી રીતે રાજકોટમાં ફરજ બજાવતા શારદાબેન મેણંદ નામના નાયબ મામલતદાર તેના ઉપરી અધિકારીના હુકમની અવગણના કરતા હોય અને અરજદારોની પણ ફરિયાદો ઊઠી હોય તેમને પણ શો-કોઝ નોટિસ આપી ખુલાસો કરવા આદેશ કરાયો છે. ઉપરાંત કોટડાસાંગાણીમાં ફરજ બજાવતા એમ.બી.મકવાણાએ પ્રાંત અધિકારીના હુકમ મુજબની એન્ટ્રીમાં લોચો કરતાં અરજદારે કરેલી ફરિયાદના પગલે તેમને પણ શો-કોઝ નોટિસ અાપવામાં આવી છે.

બદલીમાં વગ ધરાવતા તત્ત્વો ફાવી ગયાની ચર્ચા

રાજકોટજિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડે દ્વારા 35 નાયબ મામલતદારોની આંતરિક બદલીનો ઘાણવો બુધવારે કાઢવામાં આવ્યો હતો. જેમાં મહત્ત્વની અને મલાઇવાળી ગણાતી જગ્યાઓ પર વગ ધરાવતા અધિકારીઓ ફાવી ગયાની ચર્ચા થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો