તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સૌરાષ્ટ્ર કચ્છના 12 ડિસ્ટ્રિક્ટ જજ સહિત રાજ્યના પોણા ચારસો જજની બદલી, બઢતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્ર-કચ્છના 12 ડિસ્ટ્રિક્ટ જજ સહિત રાજ્યના પોણા ચારસો જજની બદલી, બઢતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યનાકાનૂન વિભાગ અને હાઇકોર્ટ દ્વારા બુધવારે સાંજે રાજ્યના વિવિધ કેડરના પોણા ચારસો જેટલા જજની બઢતી, બદલીના હુકમ કરવામાં આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 12 ડિસ્ટ્રિક્ટ જજનો સમાવેશ થાય છે. જજની બઢતી, બદલીના હુકમમાં રાજકોટના બે સહિત 21 સિનિયર સિવિલ જજને એડહોક ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપવામાં આવી છે. તેમજ રાજકોટના 6 સહિત રાજ્યના 87 સિવીલ જજને સિનિયર સિવિલ જજ તરીકે બઢણી આપવામાં અાવી છે. રાજકોટના 10માં એડહોક સિનિયર સિવિલ જજ એચ.બી. ત્રિવેદીને રાજકોટમાં રેગ્યુલર જજ તરીકે, એડિશનલ સિનિયર સિવિલ જજ એસ.ડી.પાંડેને અંજાર, કે.આર. દેસાઇને બારડોલી, સુરતના પી.એસ. બ્રહ્મભટ્ટને રાજકોટ, કુમારી કે.એસ.ત્રિવેદીને રાજકોટ, રાજકોટના 10માં એડીશનલ સિનિયર સિવિલ જજ પી.પી. પુરોહિતને રાજકોટમાં બઢતી આપવામાં અાવી છે. જ્યારે રાજકોટના જે.ડી. સોલંકી, બી.એચ.ઘાસુરા, રાજકોટના 9 સહિત 15 સિનિયર સિવિલ જજની બદલીના હુકમમાં માલતી એસ.સોની, ઇ.એમ.શેખ, આર.એમ. આસોડિયા, એમ.એસ.સોની, બી.એસ. ખંભાતી, અને એસ.આર.સીંઘનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો