તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રૌઢાના ચેઇનની, યુવકના મોબાઇલની ચીલઝડપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રૌઢાના ચેઇનની, યુવકના મોબાઇલની ચીલઝડપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટમાંપારિજાત સોસાયટી નજીક પ્રૌઢાના ગળામાંથી 40 હજારના ચેઇન અને ભીલવાસ નજીક યુવકના હાથમાંથી મોબાઇલ ફોનની ચીલઝડપ થયાની ફરિયાદ નોંધાઈ છે.

સાધુ વાસવાણી રોડ પર નંદ વિલેજ એપાર્ટમેન્ટમાં રહેતા નીતાબેન દેવકૃષ્ણભાઇ ડોરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગુરુવારે સવારે 11:45 કલાકે ઘર નજીક પારિજાત સોસાયટી પાસેથી જઇ રહ્યા હતા, ત્યારે ત્યારે બાઇક પર આવેલા બે શખ્સ પૈકી પાછળ બેઠેલા શખ્સે ગળામાંથી સોનાનો ચેઇન ઝોંટ મારીને ખેંચી લઈ નાસી ગયા હતા. બંનેની ઉંમર આશરે 25 થી 30 વર્ષ જણાવતા મહિલા પીએસઆઇ એમ.ડી.વિઠ્ઠલાપરાએ બન્નેની શોધખોળ શરૂ કરી છે.

બીજા બનાવમાં જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાછળ શંખેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા હિતેષ મહેશભાઇ વ્યાસે નોંધાવેલી ફરિયાદ મુજબ, તે 26 ઓગસ્ટના સવારે મિત્ર ભાવેશ રાણપરાના સ્કૂટર પાછળ બેસી ભીલવાસ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ભાવેશના મોબાઇલમાં ફોન આવતા તેણે વાત કરવા ભીલવાસ પેટ્રોલપંપ નજીક વાહન ઊભું રાખ્યું હતું. પોતે પણ એપલ મોબાઇલ કાઢીને ચેક કરતો હતો ત્યારે બાઇકસવાર બે શખ્સ મોબાઇલ ઝૂંટવીને નાસી ગયા હતા.

ભીલવાસ નજીક યુવકના હાથમાંથી મોબાઇલની ચીલઝડપ

પારિજાત સોસાયટી પાસે પ્રૌઢાનું ગળું અડવું થયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો