તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોટર હીટરના કરંટથી યુવકનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીગ્રામવિસ્તારમાં ગોવિંદનગર-6માં રહેતા જસવંતભાઇ (જલાભાઇ) પુંજાભાઇ પઢિયાર (ઉ.વ.40)એ ગુરુવારે સવારે નહાવા માટે બાથરૂમમાં પાણી ભરેલી ડોલમાં હીટર રાખ્યું હતુું. થોડીવાર પછી તેમણે પાણી ગરમ થયું કે નહીં તે ચકાસવા ડોલમાં હાથ નાખ્યો તે સાથે જોરદાર વીજકરંટ લાગતાં તે બેભાન થઇ પડી ગયા હતા. તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. મૃતકને સંતાનમાં એક પુત્ર, એક પુત્રી છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વિશેષ તપાસ શરૂ કરી છે. બનાવને પગલે પઢીયાર પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો