તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પડી પાથરી રહેતી મહિલા એજન્ટોથી સ્ટાફ ત્રાહિમામ્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પડી પાથરી રહેતી મહિલા એજન્ટોથી સ્ટાફ ત્રાહિમામ્

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટકલેક્ટર કચેરીની ઝોનલ કચેરીઓમાં અને આસપાસ પડ્યા પાથર્યા રહેતી મહિલા એજન્ટોથી સ્ટાફ ત્રાહિમામ પોકારી ગયો હતો અને અધિક કલેક્ટરને ફરિયાદ કરી હતી. સ્ટાફે એવી ફરિયાદ કરી હતી કે, કલેક્ટર કચેરીને ગેટ પાસે મહિલા એજન્ટો અડ્ડો જમાવીને બેસે છે અને રાશનકાર્ડ કે અન્ય કામ માટે આવતા અરજદારો પાસેથી કામ કરાવી આપવાના બહાને કે યેનકેન પ્રકારે નાણાંનો તોડ કરે છે અને સિક્યોરિટી સ્ટાફ કે અન્ય કોઇ સ્ટાફ દ્વારા તેમને કલેકટર કચેરીમાંથી ખસેડવા પ્રયાસ કરવામાં આવે તો ‘તોડબાજી’ કે ‘છેડતી’નો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવવામાં આવે છે. અા મહિલા એજન્ટોના ત્રાસ અંગે પોલીસને ફરિયાદ કરવા છતાં કોઇ પગલાં હજુ સુધી લેવાયા નથી. અધિક કલેક્ટર વોરાએ મુદ્દે કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.

કલેક્ટર કચેરીમાં અરજદારો લૂંટાય છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો