તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મવડી ચોકડીએ રાધે હોટેલ પાસે મનપાની મોબાઇલ કોર્ટે દંડ વસૂલતા વેપારીઓ વિફર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મવડી ચોકડીએ રાધે હોટેલ પાસે મનપાની મોબાઇલ કોર્ટે દંડ વસૂલતા વેપારીઓ વિફર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટનારાજમાર્ગો પર ગંદકી કરતા શખ્સોને સ્થળ પર દંડવા માટે મનપાએ શરૂ કરેલી મોબાઇલ કોર્ટે તેની કામગીરી શરૂ કરી દીધી છે. દરમિયાન ગુરુવારે સાંજે મવડી નજીક રાધે હોટેલ ચોક પાસે વેપારીઓ વિફર્યા હતા. દુકાન પાસે સફાઇ હોવા છતાં ખોટી રીતે દંડ વસૂલવામાં આવતો હોવાના આક્ષેપ સાથે વેપારીઓનું ટોળું એકઠું થઇ જતા પોલીસ દોડાવવી પડી હતી.

શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર મવડી ચોકડીથી આગળ આવેલી રાધે હોટેલ પાસે ગુરુવારે સાંજે મોબાઇલ કોર્ટ અને મનપાના સેનેટરી વિભાગનો સ્ટાફ ચેકિંગ માટે ગયો હતો. વિસ્તારમાં 100થી વધુ વેપારીઓ પાસેથી ગંદકી કરવા બદલ દંડ વસૂલાયો હતો. તેમાંથી અમુક વેપારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, કોઇપણ પ્રકારની ગંદકી દુકાન પાસે હોવા છતાં દંડની પહોંચ પકડાવી દેવામાં આવી હતી. મોબાઇલ કોર્ટની અંદર રહેલા ન્યાયાધીશ સમક્ષ પણ વેપારીઓએ ફરિયાદ કરી હતી. મામલે વેપારીઓનું ટોળું એકઠું થઇ ગયું હતું. વાતાવરણ તંગ બની જતા પોલીસને દોડાવવી પડી હતી. બાદમાં વેપારીઓ સાથે સ્થળ પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરના સાંસદ ફતેપરા ત્યાંથી પસાર થતાં ટોળાંએ ઘેરી લીધા

વેપારીઓનું ટોળું એકઠું થયેલું હતું બરોબર સમયે સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઇ ફતેપરા ત્યાંથી પસાર થયા હતા. ગુજરાત એમ.પી. એવી નેઇમ પ્લેટ કારમાં જોઇને ટોળાંએ તેમને ઘેરી લીધા હતા. બાદમાં તેમના સમક્ષ પણ ઉગ્ર ફરિયાદ કરી હતી.

કોર્પોરેટરે અધિકારીને તતડાવ્યાં

વિસ્તારનાકોર્પોરેટર વિજય વાંક તેમજ સંજય અજુડિયા સ્થળ પર દોડી આવ્યા હતા. બાદમાં મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારી નિલેષ પરમારને ફોન કરીને બિન સંસદીય શબ્દોની તડાફડી બોલાવી હતી.

વેપારીઓનું ટોળું એકઠું થઇ જતા અને મામલો ઉગ્ર બનતા પોલીસને બોલાવવી પડી

અમુક દુકાન પાસે સફાઇ હોવા છતાં વેપારીઓને દંડની પહોંચ પકડાવી દીધાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો