તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખાડાનો વિવાદ બાજુએ રાખી કોંગ્રેસે ફતવાનો મુદ્દો ચગાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાડાનો વિવાદ બાજુએ રાખી કોંગ્રેસે ફતવાનો મુદ્દો ચગાવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમનપાએ ગણેશોત્સવના આયોજનમાં પંડાલ, મંડપ, ડેકોરેશન માટેની કમાન ખાડા ખોદીને નાખવા સામે પ્રતિબંધ ફરમાવ્યો હોવાના વિવાદને લઇને વિપક્ષ કોંગ્રેસે ગુરુવારે મનપા કચેરીમાં કમિશનરની ચેમ્બર પાસે ગણેશજીનું સ્થાપન કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જો કે, ખાડાનો ઇશ્યૂ એકબાજુ રહી ગયો હતો અને પરિપત્રનો મામલો લઇને કોંગ્રેસે ઇશ્યૂ ચગાવી દીધો હતો.

શહેરમાં હાલ ગણેશોત્સવ રંગેચંગે ઉજવાઇ રહ્યો છે. ઉત્સવના પ્રારંભે ખાડા કરવાનો જે વિવાદ ઉઠ્યો હતો દરમિયાન વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, તંત્ર આયોજકોને પરેશાન કરાય છે. મામલે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની આગેવાની હેઠળ કોંગી આગેવાનોએ કમિશનર પરિપત્ર આપે તેવી માગ સાથે કમિશનરની ચેમ્બર પાસે ગણેશજીનું સ્થાપન કરીને વિરોધ કર્યો હતો. બાદમાં કમિશનરે ખાતરી આપી હતી કે, ધાર્મિક ઉત્સવમાં તંત્ર તરફથી કોઇ હેરાનગતિ નહીં થાય.

પરિપત્ર મુદ્દે શાસકોના જુઠાણાનો પર્દાફાશ

ગણેશોત્સવનાપ્રારંભે મેયર ડો. જૈમન ઉપાધ્યાય અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન નીતિન ભારદ્વાજે એવું નિવેદન આપ્યું હતું કે, કમિશનરે આવું કોઇ નિવેદન ક્યારેય બહાર પાડ્યું નથી. બીજીબાજુ ગુરુવારે કોંગી આગેવાનોની રજૂઆતના પ્રત્યુત્તરમાં કમિશનરે એવું સ્વીકાર્યું હતું કે, ગત વર્ષે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આમ શાસકોના જુઠ્ઠાણાનો જાહેરમાં પર્દાફાશ થયો હતો.

પ્રતિમાપાસે પગરખાં પહેરીને બેસી ગયા

વિપક્ષીનેતા સહિતના પાંચ આગેવાનોએ બૂટ પહેર્યા વગર વિધિવત પ્રતિમાનું સ્થાપન કર્યું હતું, પરંતુ બાદમાં ધૂન-ભજન ચાલુ થયા ત્યારે કોંગ્રેસના બીજા જે આગેવાનો આવતા ગયા બધા પગરખાં પહેરીને પ્રતિમા પાસે બેસી ગયા હતા. અમુક આગેવાનોએ તો પહેરેલા બૂટે અગરબત્તી કરી હતી.

ગણેશોત્સવના અડધા દિવસ પૂરા થયા પછી દેખાવો માટે વિપક્ષ દોડી આવ્યો!

મનપામાં ગણેશજીનું સ્થાપન કર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો