• Gujarati News
  • National
  • દિવ્યાંગો દ્વારા રાષ્ટ્રગીત સહિત PMના તમામ કાર્યક્રમનું આજે રિહર્સલ

દિવ્યાંગો દ્વારા રાષ્ટ્રગીત સહિત PMના તમામ કાર્યક્રમનું આજે રિહર્સલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટમાંનર્મદા અવતરણના ઉત્સવનો પ્રારંભ થઇ ચૂક્યો છે અને વડાપ્રધાનના આગમનને અતિ ભવ્ય બનાવવા તંત્ર ઊંધા માથે થયું છે અને તેના ભાગરૂપે બુધવારે વડાપ્રધાનના તમામ કાર્યક્રમોનું તંત્ર દ્વારા રિહર્સલ કરાશે. આજી ડેમ અંદર જઇ નર્મદા નીરનાં વધામણાં થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાન માટે 20 ફૂટ લાંબી સ્પેશિયલ લિફ્ટ બનાવવામાં આવી છે. 1206 દિવ્યાંગો સાઇન દ્વારા રાષ્ટ્રગીત ગાઇને વર્લ્ડ રેકર્ડ રચવાના હોય તેનું બુધવારે રિહર્સલ કરાશે. એસપીજી અને એનએસજી કમાન્ડો દ્વારા વડાપ્રધાનના આખા રૂટને ચકાસવામાં આવ્યો છે અને વડાપ્રધાનના કાર્યક્રમને સ્થળને કિલ્લેબંધીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...