તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાવડીના રોડ મનપાના નકશા બહાર! 80 હજારની વસતી ઝંખે છે સુવિધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવડીના રોડ મનપાના નકશા બહાર! 80 હજારની વસતી ઝંખે છે સુવિધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટનીભાગોળે વસેલા વાવડી વિસ્તારમાં સત્તાવાર રીતે 80 હજારથી વધુની વસતી છે. જાન્યુઆરી-2015માં મહાપાલિકામાં ભળ્યો હતો. દોઢ વર્ષ પસાર થઇ જવા છતાં હજુ સુધી વિસ્તાર ગ્રામપંચાયત યુગમાં જીવતો હોય એવી હાલત છે. સમસ્યાઓ અનેક છે. પૈકીની એક ખખડધજ રસ્તાઓથી વાવડીની જનતા તોબા પોકારી ઊઠી છે. નાના મોટા રસ્તાઓ કુલ 50 રનિંગ કિ.મી.માં પથરાયેલા છે. તેમાંથી પોણાભાગના રસ્તા ડામરની વાત તો દૂરની રહી, મેટલિંગ પણ થયા નથી. દિવ્ય ભાસ્કરની ટીમે વાવડીની વિવિધ સોસાયટીઓમાં રૂબરૂ જઇને સ્થિતિનો ચિતાર મેળવ્યો ત્યારે રોડથી ત્રાહિમામ્ પોકારી ગયેલી જનતાએ મનપાના સત્તાધીશો અને તંત્રવાહકો જોગ એવો પોકાર કર્યો હતો કે, મોટા પ્રોજેક્ટથી વિકાસ કામની દાનત રાખો કે રાખો પણ કમસેકમ ચાલવા જેવા રોડ તો બનાવો.

મહાપાલિકામાં ભળ્યા બાદ ઉલમાંથી ચૂલમાં પડવા જેવી હાલત, વિકાસના નામે મીંડું

દોઢ વર્ષ પછી પણ 50 રનિંગ કિલોમીટરના રોડ પર ડામર તો ઠીક મેટલ પણ નથી પથરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો