તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રેમિકાની હત્યા બાદ રવિએ ઝેર પીને ફાંસો ખાધો’ તો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમિકાની હત્યા બાદ રવિએ ઝેર પીને ફાંસો ખાધો’ તો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જંક્શનરેલવે સ્ટેશનમાં લિફ્ટમેન તરીકે ફરજ બજાવતા અપરિણીત રવિ ભુદરભાઇ પટેલે તેની સાથે લીવ ઇન રિલેશનથી રહેતી 3 સંતાનની માતા જમનાબેન બિપીનભાઇ (દીપકભાઇ) સરવૈયાની હત્યા કર્યા બાદ ફાંસો ખાઇને આપઘાત કરી લીધાના બનાવમાં રવિએ ફાંસો ખાધો તે પહેલાં ઝેરી દવા પીધી હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું છે. રેલવે પોલીસે જમનાબેનના પુત્રની ફરિયાદ પરથી મૃતક રવિ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

મૂળ હાપાનો વતની રવિ (ઉ.વ.33) રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1માં લિફ્ટમેન તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે જમનાબેન (ઉ.વ.40)ના પતિનું 10 વર્ષ પહેલાં બીમારીથી અવસાન થયું હતું. જમનાબેનની બે પુત્રી સાસરે છે, તે 17 વર્ષના પુત્ર ગૌતમ સાથે થોરાળા વિસ્તારમાં રહેતા હતા. ગૌતમ કડિયાકામ કરે છે. જમનાબેન 6 માસ પહેલાં રેલવેમાં સફાઇ કામદાર તરીકે કોન્ટ્રાક્ટથી કામ પર જોડાયા હતા ત્યારે રવિ સાથે આંખ મળી જતાં બન્ને મૈત્રી કરારથી રહેતા હતા. રવિએ મંગળવારે પિતાને ફોન કરીને બુધવારે રાજકોટ આવી જવા કહ્યું હતું. અને મંગળવારે પ્રેમિકાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લેતાં તેણે પ્લાન અગાઉથી ઘડી રાખ્યાનું પોલીસનું તારણ છે. અપરિણીત રવિને મૈત્રી કરારથી રહેતા વિધવા જમનાબેન સાથે કોઇ મુદ્દે અણબનાવ બનતા આવું પગલું ભરી લીધાનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો