બિઝનેસ રિપોર્ટર | રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ રિપોર્ટર | રાજકોટ

જીએસટીનીઅસર બજારમાં દેખાઇ રહી છે. પહેલાની સરખામણીએ બજારમાં બિલ વગર આવતા માલ મટિરિયલ્સ જોવા નથી મળતા. વર્ષે વરસાદ પણ સારો થયો છે માટે દર વર્ષની સરખામણીએ સારા વેપારની આશા વેપારીઓ સેવી રહ્યા છે. તા. 1 જુલાઇના રોજ જીએસટી લાગુ થયો પ્રારંભિક તબક્કામાં ખૂબ વિરોધ થયો. કાપડ, ફર્નિચર, હાર્ડવેર સહિતના વિવિધ ક્ષેત્રના વેપારીઓએ બંધ પાળ્યો, રેલી કાઢી, કલેક્ટર, કેન્દ્રીય મંત્રી તેમજ જીએસટી અધિકારીને આવેદન આપ્યું. વિરોધ બાદ અંતે વેપારીએ જીએસટીનો સ્વીકાર કરતા બજારમાં ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે. ખરીદી કરવા આવતા ગ્રાહકો પણ જાગૃત થયા છે. બિલ વગર ખરીદી કરતા નથી. રૂ. 10ની પણ કોઇ ચિજવસ્તુ ખરીદ કરે તો પણ બિલ માગે છે.

બજારમાં બિલ વગરના વેચાતા માલ અને મટિરિયલ્સ પર લાગી ગઇ બ્રેક

અન્ય સમાચારો પણ છે...