• Gujarati News
  • National
  • શાર્પશૂટરનો નાસિકનો સાગરીત રિમાન્ડ પર, બે શખ્સ જેલહવાલે

શાર્પશૂટરનો નાસિકનો સાગરીત રિમાન્ડ પર, બે શખ્સ જેલહવાલે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીગેંગના ઇશારે જામનગરના ઉદ્યોગપતિ અશફાક ખત્રીની હત્યાની સોપારી લઇને આવેલા મહારાષ્ટ્રના શાર્પશૂટર રામદાસ રહાણેની કબૂલાતના આધારે પોલીસે તેના અન્ય એક સાગરીત નાસિકના યશવંત ઉર્ફે ગણેશ પ્રભાકર બોડકેને નાસિકમાંથી ઝડપી લીધો હતો. ગણેશને અદાલતે 17 માર્ચ સુધીના રિમાાન્ડ પર સોંપતા તેની પૂછપરછ ચાલુ છે, જ્યારે સૂત્રધાર રામદાસ અને વિનિતના રિમાન્ડ પૂરા થતાં બંનેને અદાલતના આદેશ મુજબ જેલહવાલે કરવામાં આવ્યા છે.

દાઉદ ઇબ્રાહિમના ભાઇ અનિશે જામનગરના અશફાક ખત્રીની હત્યા માટે સોપારી આપતા હત્યા કરવા આવી રહેલા મહારાષ્ટ્રના શાર્પશૂટર રામદાસ રહાણે, વિનિત પુંડલીક, સંદીપ દયાનંદ તથા અનિલ રાજુને પોલીસે 25 ફેબ્રુઆરીએ ગ્રીનલેન્ડ ચોકડી નજીક બસમાંથી ઘાતક શસ્ત્રો સાથે ઝડપી લીધા હતા. પૂછપરછમાં આરોપીઓ અગાઉ 3 વખત અલગ અલગ સાગરીતો સાથે રેકી કરી ગયા હતા, સંજોગો અનુકૂળ હોવાથી હત્યાના કાવતરાને અંજામ અાપી શક્યા હતા. રામદાસ અને વિનીત એક વખત ગર્લફ્રેન્ડને લઇને આવ્યાનું ખૂલતા બંનેની ગર્લફ્રેન્ડ અશ્વિની અને રિઝવાના સહિત વધુ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ પર સોંપાયેલા રામદાસ અને વિનિતની કબૂલાત મુજબ, તેઓ પકડાયા ત્યારે પાંચમો સાગરીત નાસિકનો યશવંત ઉર્ફે ગણેશ અલગ બસમાં આગળ નીકળી ગયો હતો.

ગણેશ પહેલાં પણ 3 વખત જામનગર રેકી કરવા આવી ચૂક્યો હતો એક વખત તો ગણેશ નાસિકથી બાઇકની ઉઠાંતરી કરીને બાઇક ઉપર જામનગર આવ્યો હતો. કબૂલાતના આધારે ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવી સહિતના સ્ટાફે નાસિકથી યશવંત ઉર્ફે ગણેશને ઝડપી લીધો હતો. 17 માર્ચ સુધી રિમાન્ડ પર સોંપાયેલા ગણેશની કાવતરામાં શું ભૂમિકા હતી, તેની પાસે હથિયાર હોય તે કબજે કરવા તેની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

જામનગરના સોપારી પ્રકરણમાં ધરપકડનો આંક 11 થયો

અન્ય સમાચારો પણ છે...