• Gujarati News
  • National
  • કોફી શોપમાં આઠ શખ્સે ધમાલ મચાવી, 2 પકડાયા

કોફી શોપમાં આઠ શખ્સે ધમાલ મચાવી, 2 પકડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોટલઇમ્પિરિયલમાં કોફી શોપમાં ધુળેટીની સાંજે આવેલા 8 શખ્સે વેઇટર સાથે ઝઘડો કરીને મારમાર્યા બાદ ટેબલ પર પડેલી ક્રોકરી અને ગ્લાસ ફોડી નાખ્યા હતા. બનાવની જાણ થતાં પહોંચી ગયેલા પોલીસ સ્ટાફે બે શખ્સને ઝડપી લીધા હતા.

હોટલ ઇમ્પિરિયલમાં મેનેજર ચિરાગભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, સોમવારે સાંજે કોફી શોપમાં ગ્રાહક તરીકે આવેલા શખ્સો વેઇટર સાથે ઝઘડો કરી આઠ શખ્સ ગાળા ગાળી કરી રહ્યા હતા. વેઇટર સોનુએ તેમને ગાળો નહીં બોલવાનું કહેતા તેની સાથે ઝપાઝપી કરી હતી, તેમજ ટેબલ પરથી ક્રોકરી, ગ્લાસ અને ડીશ એક એક કરીને નીચે ફેંકી તોડી નાખ્યા હતા.

બનાવની જાણ થતાં દોડી આવેલા એએસઆઇ મનહરદાન ગઢવી સહિતના સ્ટાફે કાર્તિક સુભાષભાઇ ધોળકિયા અને સાગર મહેશભાઇ સોલંકીને ઝડપી લીધા હતા. પોલીસને જોઇને અન્ય 6 શખ્સ ભાગી ગયા હતા. પકડાયેલા શખ્સોની પૂછપરછમાં ભાગી છૂટેલા શખ્સોના નામ જયેશ વરુ, જયેશ લાવડિયા, મેરુ ગોહેલ અને કાળુ વરૂ (કાળુ વરૂ નામ ધરાવતા બે શખ્સ) જણાવ્યા હતા.

હોટેલ ઇમ્પિરિયલમાં ધુળેટીની સાંજની ઘટના

અન્ય સમાચારો પણ છે...