• Gujarati News
  • National
  • ST કર્મીનું કાલથી ચક્કાજામ વિદ્યાર્થીઓને ભારે હાડમારી

ST કર્મીનું કાલથી ચક્કાજામ વિદ્યાર્થીઓને ભારે હાડમારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

એસ.ટી.યુનિયનોનીબનેલી સંકલન સમિતિએ પોતાની પડતર માગણીઓ સંદર્ભે 16 અને 17 માર્ચ ગુરુ, શુક્રવાર બે દિવસની હડતાળનું એલાન કર્યું છે. જો કે 15 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આરંભ થઇ રહ્યો છે. પરીક્ષા સમયે હડતાળના એલાનથી તેમજ તારીખમાં કોઇ ફેરફાર કરાતા વાલીઓમાં રોષની લાગણી પ્રગટી છે. પરીક્ષા સમયે એસ.ટી.યુનિયનોએ વિદ્યાર્થીઓને બાનમાં લીધા છે.

અંગે રાજકોટ, જામનગર તથા ભુજની સંકલન સમિતિના કન્વીનર મહેશ પી. વેકરિયાના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રથમ દિવસે બસની સુવિધા મળશે પરંતુ બીજા અને ત્રીજા દિવસે ગુરુવાર તથા શુક્રવાર બસ સુવિધા નહીં મળે. સંકલન સમિતિ દ્વારા તમામ કંડકટરોને વિદ્યાર્થીઓને જાણકારી આપવા સૂચના અપાઇ હતી. જેના કારણે એક સપ્તાહથી કંડકટરો અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓને હડતાળની જાણકારી આપી બે દિવસની વ્યવસ્થા કરવા જણાવી રહ્યા છે.

જો કે પરીક્ષા સમયે બબ્બે દિવસ માટે વિદ્યાર્થીઓને બાનમાં લેવાતા નાગરિકોમાં પણ બાબતે રોષની લાગણી જન્મી છે. ઇન્કવાયરી કાઉન્ટરો પર ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પણ પૃચ્છા કરવા આવતા મુસાફરોને બુધવારે સાંજથી લાંબા રૂટની મુસાફરી કરવા અપીલ કરી રહ્યા છે. જો કે સ્થિતિ છે કે અમદાવાદથી રાત્રિના 10 વાગ્યે રાજકોટ આવવા ઉપડેલી બસ 12 વાગ્યે લીંબડી ડેપોમાં રોકી દેવાશે. સ્થિતિમાં રાજકોટના યાત્રિકોનું શું થશે. તેનો કોઇ જવાબ સંકલન સમિતિ પાસે નથી. જ્યારે યુનિયનની હડતાળની ચીમકીથી સરકાર દોડતી થઇ ગઇ છે.

પરીક્ષા સમયે એસટી યુનિયનોએ સરકારનું નાક દબાવ્યું

પરીક્ષા સમયે હડતાળથી વાલીઓમાં રોષ

અન્ય સમાચારો પણ છે...