તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઘઉંમાંથી ગાંધીજીના મોટાં ચશ્માં બનાવાશે

ઘઉંમાંથી ગાંધીજીના મોટાં ચશ્માં બનાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીયશાળાના મુખ્ય હોલમાં 2 ઓક્ટોબરના સવારે 10 વાગે વિદ્યાર્થીઓ દ્વારા 500 કિલો ઘઉંના દાણાથી ગાંધીજીના સૌથી મોટાં ચશ્માં બનાવવામાં આવશે. ત્યાર બાદ ઘઉં જરૂરિયાતમંદોને વિતરણ કરી દેવામાં આવશે.

રાષ્ટ્રીય શાળાના માનદમંત્રી ધીરૂભાઇ ડોબરિયાના સહકાર અને માર્ગદર્શન હેઠળ કોચિંગ ક્લાસના સંચાલક અને કોલેજમાં વિઝિટર લેક્ચરર તરીકે સેવા આપતા મીનુ જસદણવાલા દ્વારા વિવિધ શાળા-કોલેજના 65 વિદ્યાર્થીઓની મદદથી 25X 25 ફૂટના ગાંધીજીના સૌથી મોટાં ચશ્માં બનાવવાનું આયોજન કરવામાં અાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...