તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંગતેલ, કપાસિયા તેલ બજાર નરમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચણામાં તેજી, કપાસ અને ખાંડ બજારમાં અંડરટોન મજબૂત

મગફળીનીઆવકમાં વધારો થતા ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. જેની અસર તેલ બજારમાં જોવા મળી રહી છે. સિંગતેલમાં મંદી આગળ વધી હોય તેમ ભાવમાં વધુ રૂ.20નું ગાબડું પડ્યું છે. કપાસિયા તેલમાં ડબ્બે રૂ.10 ઘટ્યા છે. કપાસ અને ખાંડ બજારમાં કરંટ જોવા મળી રહ્યો છે.

સિંગતેલ લૂઝ રૂ.40 ઘટી 1150-1160 થતા ટેક્સ પેઇડ ડબ્બે રૂ.20નો ઘટાડો થયો હતો. સિંગતેલ નવા ટીન 15 લિટરનો ભાવ 1920 થયો હતો. કપાસિયા વોશમાં 15-20 ટેન્કરના કામકાજે રૂ.5 ઘટતા ભાવ 657-660 થયા હતા. કપાસિયા તેલ રિફાઇન ટીન રૂ.10 ઘટી 1150-1170 અને 15 લિટરનો ભાવ 1075-1080 રહ્યા હતા. સિંગખોળમાં રૂ.500નો ઘટાડો થતા ભાવ 25500 થયા હતા.

ચણા બજારમાં માલની અછતના પગલે ભાવ વધી રહ્યા છે. ચણા, ચણા દાળમાં ક્વિન્ટલે રૂ.100નો વધારો થતા ભાવ અનુક્રમે 900-9200 અને 11400-11600 બોલાતા હતા, જ્યારે બેસન 65 કિલોએ રૂ.100 વધી 7900-8000 રહ્યા હતા. એરંડા વાયદા બજારમાં મંદીનો માહોલ હતો. રાજકોટ ડિસેમ્બરે એરંડા વાયદો રૂ.41 ઘટી 3929 ઉપર બંધ રહ્યો હતો, જ્યારે હાજરના ભાવ રૂ.38 ઘટી 3658 રહ્યા હતા. ગુજરાત સાઇડ 35000 અને સૌરાષ્ટ્રમાં 2300 ગુણી એરંડાની આવકે ભાવ રૂ.7-9 ઘટી અનુક્રમે 725-738 અને 680-616 રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં 60 હજાર મણ કપાસની આવક રહી હતી. રાજકોટમાં 3500 મણ, બોટાદમાં 14000 મણ, હળવદમાં 35000 મણ અને વાંકાનેરમાં 2200 મણની હતી. નવા કપાસના ભાવ 900-1100, જૂના કપાસના 1200-1240 બોલાતા હતા. રૂ બજારમાં અંડરટોન સુસ્ત હતો, જૂના રૂના ભાવ 46000 અને નવા રૂના ભાવ 44000 રહ્યા હતા. ખાંડ બજારમાં અંડરટોન મજબૂત હતો. રાજકોટમાં 700 ગુણીના કામકાજે ભાવમાં રૂ.10નો વધારો થતા સી ગ્રેડની ખાંડ 3760-3850 રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...