રાજકોટ | વિરાણીહાઇસ્કૂલ દ્વારા જળ, પર્યાવરણ, બેટી બચાવો, મતદાન જાગૃતિ
રાજકોટ | વિરાણીહાઇસ્કૂલ દ્વારા જળ, પર્યાવરણ, બેટી બચાવો, મતદાન જાગૃતિ વિષય પર ચિત્ર સ્પર્ધા ‘રંગોત્સવ 2017’ નું આયોજન કરાયું હતું. ધોરણ 9-10ના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એકથી ત્રણ ક્રમે વાલંભિયા યશ, છાંટબાર મોહિત, કુબાવત શિવમ, સોંડાગર જય, ગોહેલ કિશન, વાજા સાહિલ વિજેતા થયા હતા. નિર્ણાયક તરીકે રજનીભાઇ ત્રિવેદી, લલિતભાઇ રાઠોડે સેવા આપી હતી. ઇનામ, પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
પર્યાવરણ, બેટી બચાવો, મતદાન જાગૃતિ અંગે યોજાઇ ચિત્ર સ્પર્ધા