• Gujarati News
  • National
  • 1 જુલાઇથી વેપારની પધ્ધતિ મુજબ રજિસ્ટ્રેશન જરૂરી

1 જુલાઇથી વેપારની પધ્ધતિ મુજબ રજિસ્ટ્રેશન જરૂરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીમાંમાઇગ્રેડ-રજિસ્ટ્રેશન માટે ત્રીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે પણ વેપારીની મુશ્કેલી અગાઉ કરતાં વધી છે. સતત ત્રીજા દિવસે વેબસાઇટ ચાલતી નહીં હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી છે. કલાકોના કલાકો બગાડ્યા બાદ પણ વેપારીઓનું રજિસ્ટ્રેશન થતુ નથી. ત્રીજા રાઉન્ડનો વેપારી ભરપૂર લાભ લઇ રહ્યા છે.મંગળવારે વેટ ડિવિઝન 10 અને 11ની મળી કુલ નવી 50 એપ્લિકેશન નોંધાઇ હતી.

વેટ ડિવિઝન 11માં મંગળવારે જામખંભાળિયામાંથી 1, ભુજમાંથી 3 અને ગાંધીનગરમાંથી 8 એપ્લિકેશન આવી હતી. જ્યારે ડિવિઝન 10માં 38 એપ્લિકેશન આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે વેપારી ઉત્સાહથી એપ્લિકેશન કરે છે. પરંતુ સામે અેટલી નિરાશા એમને સાંપડે છે. કારણ કે સાઇટ કામ નથી કરતી. જીએસટી અેનમાં એક સ્ટેપ પૂર્ણ કરવામાં વેપારીઓનો કલાકોનો સમય બગડી રહ્યો છે. 1 જુલાઇથી વેપારની પધ્ધતિ મુજબ રજિસ્ટ્રેશન જરૂરી છે. પરંતુ વેબસાઇટ કામ નહીં કરતી હોવાને કારણે વેપારીમાં ચિંતા પણ ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...