• Gujarati News
  • National
  • રાજકોટમાં વધુ પાંચ સ્થળે વેટ વિભાગના દરોડા

રાજકોટમાં વધુ પાંચ સ્થળે વેટ વિભાગના દરોડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેટઅન્વેષણ ટીમે વધુ પાંચ સ્થળે મંગળવારે દરોડા પાડ્યા હતા. તપાસ આજે પૂર્ણ થવાની સંભાવના છે. ગુરુવારે હાથ ધરેલી તપાસમાં પણ લાખો રૂપિયાની વેટચોરી ઝડપાઇ હતી. જીએસટીના અમલવારીના 3 દિવસ પૂર્વે વેટ વિભાગના દરોડાથી વેપારીમાં પણ રોષ તથા ફફડાટ જોવા મળે છે. ડે.કમિશનર હિતેશ વર્માની ટીમે મંગળવારે દરોડા પાડ્યા છે. તમામ તપાસ રાજકોટમાં છે અને મશીનરી તેમજ એગ્રિકલ્ચર પ્રોડક્ટના વેપારી ઝપટે ચડ્યા છે. મંગળવારે મોડી સાંજે કેટલાક શંકાસ્પદ સાહિત્યો, દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...