• Gujarati News
  • National
  • મોદી સ્કૂલ સંચાલકનું ફરિયાદી વાલીને સમાધાન માટે દબાણ

મોદી સ્કૂલ સંચાલકનું ફરિયાદી વાલીને સમાધાન માટે દબાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્લેહાઉસમાં ભણતા બાળકની એલકેજીની ફી લેવાની ના પાડી પુસ્તકો આપવામાં ડાંડાઇ કરતા હોવાનો આક્ષેપ

મોદીસ્કૂલ પાસે ઇન્દ્રપ્રસ્થમાં સીબીએસઇ સ્કૂલ ચલાવવાની મંજૂરી હોવા છતાં નિયમ વિરુધ્ધ સ્કૂલ ચલાવી વિદ્યાર્થીઓ પાસે કરોડો રૂપિયાની ફી ઉઘરાવી છેતરપિંડી આચરવાના પ્રકરણમાં સંજયભાઇ રાઠોડ નામના વાલીએ ગત વર્ષે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ વર્ષે તેના પુત્રને એલ.કે.જી.માં એડમિશન આપવામાં ઠાગાઠૈયા કરી ફરિયાદ પાછી ખેંચી સમાધાન માટે સંચાલકો દબાણ કરતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

શિવપરામાં રહેતા સંજયભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, ગત વર્ષે ઇન્દ્રપ્રસ્થમાં આવેલી મોદી સ્કૂલ પાસે સીબીએસઇનું જોડાણ હોવાથી તેમની સામે કાયદાની જોગવાઇ મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પ્લેહાઉસમાં અભ્યાસ કરતા મારા પુત્ર માનવીરને ગુજરાત બોર્ડમાં એડમિશન સ્કૂલ સંચાલકોએ આપ્યું હતું. હાલમાં મારો પુત્ર માનવીર છેલ્લા 28 દિવસથી મોદી સ્કૂલમાં એલ.કે.જી.ના અભ્યાસ માટે જાય છે અને અમો સ્કૂલની ફી ભરવા તૈયાર હોવા છતાં સ્કૂલના સંચાલકો તેની ફી સ્વીકારતા નથી.

પ્રિન્સિપાલ હિમાંશુભાઇ અને આરતી મેડમ સંચાલક તમારા છોકરાની તમે ફી નથી દીધી તેથી રજિસ્ટરમાં નથી’ તેમ કહેતા ફી લઇ લેવાનું કહેતા હવે તે રશ્મિભાઇ મોદીના હાથમાં હોવાનું કહી ફી લેતા નથી અને મારા પુત્ર માનવીરને પાઠ્ય પુસ્તકો આપતા નથી જેના કારણે તે પાઠ્ય પુસ્તક વગરનું દફતર લઇને સ્કૂલે જાય છે. સ્કૂલના સંચાલકો મને ફરિયાદ પાછી ખેંચી સમાધાન કરી લેવા દબાણ કરે છે. શિક્ષણ ‌વિભાગના નીતિનિયમો મુજબ કોઇપણ વિદ્યાર્થીને વાલીની સહમતી વગર એલ.સી. આપી શકાતું નથી ત્યારે કઇ રીતે હિમાંશુભાઇ અને આરતી મેડમ મારો પુત્ર સ્કૂલના રજિસ્ટરમાં નથી તેમ કહી શકે. મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ચાઇલ્ડ પ્રોટેકશન યુનિટ, ડીઇઓ, કલેક્ટર અને પોલીસમાં મુજબ ફરિયાદ કરીશ.

અન્ય સમાચારો પણ છે...