ઉજવણીનો ઉત્સાહ |વડાપ્રધાન મોદીના ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અભિયાનને આગળ ધપાવવા
ઉજવણીનો ઉત્સાહ |વડાપ્રધાન મોદીના ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અભિયાનને આગળ ધપાવવા રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટ મહાનગરપાલિકા, સુરક્ષા સેતુ, જીનિયસ ગ્રૂપ અને બાન લેબ્સના ઉપક્રમે ‘બેટી પઢાવો-સશક્ત સમાજ બનાવો’ના નારા સાથે મંગળવારે રેસકોર્સના મેદાન પર સાઇકલ રેલી યોજાઇ હતી. જેમાં 10629 દીકરીઓએ ભાગ લઇ ત્રણ નવા વર્લ્ડ રેકોર્ડ રચ્યા હતા જેની નોંધ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયન એચિવર્સ એવોર્ડમાં લેવાઇ છે. કાર્યક્રમમાં અનેક સ્કૂલના બાળકોએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી.
સાઇકલ રેલીમાં 10629 દીકરીઓએ ભાગ લઇ ત્રણ રેકોર્ડ રચ્યા