• Gujarati News
  • National
  • PMની સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ, 8 હજાર જવાનોનું મેગા રિહર્સલ કરાયું

PMની સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ, 8 હજાર જવાનોનું મેગા રિહર્સલ કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજીડેમમાંનર્મદા નીરના વધામણાં માટે વડાપ્રધાન મોદી 29 જૂને રાજકોટ આવી રહ્યા છે. આજી ડેમથી એરપોર્ટ સુધીના 9 કિ.મી. સુધી રોડ શો અને રેસકોર્સ ખાતે દિવ્યાંગોને સાધન,સહાય અપર્ણ કરવાનો કાર્યક્રમ છે. વડાપ્રધાનની ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા માટે એનએસજી અને એસપીજીની ટીમ ઉપરાંત 1 આઇજીપી, 26 એસપી, 66 ડીવાયએસપી, એસઅારપી સહિત 8 હજારથી વધુ અધિકારીઓ, જવાનો બંદોબસ્ત માટે મંગળવારથી ખડેપગે છે. મંગળવારે બપોરે સુરક્ષા વ્યવસ્થાનું મેગા રિહર્સલ કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યના પોલીસવડા ગીથા જોહરીએ એરપોર્ટથી આજી ડેમ અને રેસકોર્સના કાર્યક્રમ સ્થળના બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું.

એરપોર્ટથી અાજીડેમ સુધીના રૂટ પર સીસીટીવીથી મોનિટરિંગ, સમગ્ર કાર્યક્રમની વીડિયોગ્રાફી