• Gujarati News
  • National
  • લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા લોકો ઊમટી પડ્યા

લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા લોકો ઊમટી પડ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટમાંનર્મદા અવતરણ ઉત્સવની જેમ ઉજવાઇ રહ્યો છે. સમગ્ર શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. બધામાં આકર્ષણ લેસર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, થ્રીડી શોએ જગાવ્યું છે. 29 જૂન સુધી રોજ રાત્રે નજારો જોવા મળશે. આયોજન અંગે મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, બહુમાળી ભવન અને પારેવડી ચોકમાં રાત્રે 8 થી 11 દરમિયાન લેસર-શો રાખવામાં આવ્યો છે. દર 10 મિનિટે શો ચાલુ કરવામાં આવે છે. જ્યારે બેડીપરા પાસે આવેલી પટેલ વાડી ખાતે રાત્રે 7:30 વાગ્યે થ્રીડી શોનું આયોજન થાય છે. આવી રીતે કૈસરે હિન્દ પુલથી રેલવે ટ્રેક તરફના સ્થળે લાઇટ એન્ડ સાઉન્ડ શો રખાયો છે. રાત્રે 8 થી 11 જોવા મળશે.