• Gujarati News
  • National
  • મનરેગા યોજના માટેનું1.56 કરોડનું બજેટ મંજૂર

મનરેગા યોજના માટેનું1.56 કરોડનું બજેટ મંજૂર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વિકાસ એજન્સી દ્વારા ચાલતી મનરેગા યોજના માટે રૂ.1,56,49,000નું બજેટ મંગળવારે મંજૂર કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતની બજેટ માટેની ખાસ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર પ્રજાપતિએ અંગે પંચાયતના સભ્યોને જાણકારી આપી હતી. તેઅોના જણાવ્યા મુજબ બજેટ અંતર્ગત લેબરવર્ક, કેટલ શેડ,વનીકરણ, બાગાયત, આંબાવાડી, સુલભ શૌચાલય,વોટર હાર્વેસ્ટિંગ સહિતના કામો કરવામાં આવશે. માટે 4.15 લાખ માનવ દિનની જોગવાઇ પણ બજેટમાં ઊભી કરવામાં આવી છે. મનરેગા યોજના દ્વારા 90% લેબર વર્ક કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...