• Gujarati News
  • National
  • પદ્માવત વિશે ટિપ્પણી કરનાર અનિલ કપૂરને હોટેલના પાછલા દરવાજેથી લઈ જવાયા

પદ્માવત વિશે ટિપ્પણી કરનાર અનિલ કપૂરને હોટેલના પાછલા દરવાજેથી લઈ જવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પદ્માવત વિશે ટિપ્પણી કરનાર અનિલ કપૂરને હોટેલના પાછલા દરવાજેથી લઈ જવાયા
રાજકોટમાં એક શો-રૂમના ઉદ્દઘાટન માટે આવેલા ફિલ્મ અભિનેતા અનિલ કપૂરે પદ્માવત ફિલ્મ રજૂ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું તેમ મીડિયા સમક્ષ જણાવતા કરણી સેના અને ક્ષત્રિય સમાજના યુવાનોએ ભારે વિરોધ નોંધાવી અનિલ કપૂર માફી માગે તેવી માગ કરી હતી અને અનિલ કપૂર જે શો-રૂમના ઉદ્દઘાટનમાં આવ્યા હતા તે શો-રૂમના સંચાલકો સામે પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને અભિનેતાને જયાં ઉતારો અપાયો હતો તે ઈમ્પિરિયલ હોટેલ ખાતે પણ ક્ષત્રિય સમાજના યુવાનો ધસી જતાં પરિસ્થિતિ પામી ગયેલી પોલીસે અનિલ કપૂરને હોટેલના પાછલા દરવાજેથી ચુસ્ત બંદોબસ્ત સાથે સાંજે ચાર વાગ્યે એરપોર્ટ લઈ જવાયા હતા. ત્યાંથી ફલાઈટમાં અભિનેતા મુંબઈ જવા રવાના થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...