• Gujarati News
  • National
  • રાજકોટથી ઉત્તર ગુજરાત રૂટ પર ST બસ પુન : શરૂ

રાજકોટથી ઉત્તર ગુજરાત રૂટ પર ST બસ પુન : શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

ઉત્તરગુજરાતમાં મેઘરાજાએ તારાજી સર્જી છે. અનરાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે અને વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ છે. રાજકોટથી ઉત્તર ગુજરાત રૂટ પર દોડતી એસટી બસોને અગાઉ રદ કર્યા બાદ હવે પરિસ્થિતિ કાબૂમાં આવતા ફરી તમામ રૂટ શરૂ કરી દેવાયા છે.

વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું કે, હાઇવે પર પાણી ફરી વળતા ધોવાઇ ગયા હતા અને વાહન વ્યવહાર શક્ય હોય જે-તે વરસાદથી અસરગ્રસ્ત રૂટની બસો બાદ કરી હતી. ધીમે ધીમે વરસાદી પાણી ઓસરતા રાજકોટથી અમદાવાદ, સુરત, બરોડા, અંબાજી સહિતના મોટાભાગના રૂટ પરનો બસ વ્યવહાર પુન: શરૂ કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...