બીમારીથી કંટાળી મહિલાનો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મવડીવિસ્તારમાં સરદારનગરમાં પટેલ બોર્ડિંગ નજીક રહેતા ભારતીબેન અશોકભાઇ રામકબીર (ઉ.વ.45) જાત જલાવીને આપઘાત કરી લીધો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ, ભારતીબેન રામકબીરે મંગળવારે સાંજે ઘરે હતા ત્યારે શરીરે કેરોસીન રેડીને દીવાસળી ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા ભારતીબેનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન બુધવારે સવારે તેનું મૃત્યુ થયું હતું. ભારતીબેનને માનસિક બીમારી હોવાથી સારવાર ચાલુ હતી, સારવારથી ફરક નહીં પડતા પગલું ભરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...