• Gujarati News
  • National
  • જિ.પં.ની શિક્ષણ સમિતિના ચેરમેનનો પ્રશ્ન હલ થયો

જિ.પં.ની શિક્ષણ સમિતિના ચેરમેનનો પ્રશ્ન હલ થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

જિલ્લાપંચાયતમાં કોંગ્રેસના નારાજ સભ્યોને પ્રદેશના આગેવાનોઅે મનાવી લેતા શિક્ષણ સમિતિના ચેરમેન સામેની અવિશ્વાસની દરખાસ્તમાં પાંચ સભ્યો ગેરહાજર રહેતા બેઠકમાં કોરમ પૂરું નહીં થતા અવિશ્વાસની દરખાસ્ત રદ થઇ છે, પરંતુ જિલ્લા પંચાયતની કારોબારી બેઠક સામે હજુ અનિશ્ચિતતા છે.

રાજકોટ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન પરષોત્તમભાઇ લુણાગરિયા સામે સમિતિના પાંચ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. સમિતિની બેઠક બુધવારે જિલ્લા પંચાયતમાં યોજાઇ હતી. જેમાં પાંચ સભ્યો ગેરહાજર રહેતા સમિતિનું કોરમ અધૂરું રહ્યું હોવાથી ચેરમેન સામેની અવિશ્વાસની દરખાસ્ત રદ થઇ છે. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેનનો પ્રશ્ન હલ થયો છે, પરંતુ કારોબારી સમિતિની બેઠક સામે હજુ પણ અનિશ્ચિતતા છે. કારોબારી સમિતિની બેઠકના એજન્ડામાં બિનખેતીની વિગતો અંગે વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી નથી. તેવી રજૂઆત કોંગ્રેસના સભ્યોએ રાજ્યના વિકાસ કમિશનર સમક્ષ કરતા બેઠક સામે સ્ટે આપવામાં આવ્યો હતો. સ્ટે સામે ચેરમેન હાઇકોર્ટમાં ગયા હતા, પરંતુ હજુ સુધી અંગે કોઇ ચુકાદો આવ્યો નથી. રાજ્ય વિકાસ કમિશનરે વધુ સુનાવણી 31 જુલાઇ અને હાઇકોર્ટમાં 27 જુલાઇના સુનાવણી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...