• Gujarati News
  • National
  • વલ્લભ કન્યા કેળવણી મંડળને વોરંટની ચીમકી

વલ્લભ કન્યા કેળવણી મંડળને વોરંટની ચીમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનીવલ્લભ કન્યા કેળવણી મંડળ નામની શૈક્ષણિક સંસ્થાએ ફી વધારા માટે દરખાસ્ત કર્યા બાદ ફી નિર્ધારણ કમિટી સમક્ષ હાજર રહેવા ચાર-ચાર વખત નોટિસ અપાયા બાદ પણ હાજર રહેતા તેમને કમિટીના અધ્યક્ષે 2 ઓગસ્ટે હાજર રહેવા અલ્ટિમેટમ આપ્યું છે.

રાજકોટ ઝોનના અધ્યક્ષ એમ. પી. શઠે જણાવ્યું હતું કે, વલ્લભ કન્યા કેળવણી મંડળના સંચાલક ઉર્મિલાબેન દેસાઇ ચાર મુદ્દતમાં હાજર રહેતા તેમને ‘તમારી સામે વોરન્ટ કેમ કાઢવું તેવી નોટિસ પાઠવી કમિટી સમક્ષ 2 ઓગસ્ટે હાજર રહેવા અલ્ટિમેટમ અપાયું છે.

ઉપરાંત બુધવારે વધુ સ્કૂલનું હિયરિંગ કરાયું હતું. જેમાં આર.જે.હેરમા સ્કૂલ સતાપર ગામ અને શારદા વિદ્યામંદિર સતાપર ગામનું હિયરિંગ પૂરું થઇ ગયું છે, જ્યારે કમિટીના સભ્ય ડી.વી.મહેતાની રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ, જીનિયસ સ્કૂલના કેસમાં પૂર્તતા બાકી હોય 4 ઓગસ્ટની મુદ્દત આપી છે.

ફી નિર્ધારણ કમિટીની ચાર નોટિસ બાદ મુદ્દતે હાજર રહેતી સ્કૂલને અલ્ટિમેટમ

અન્ય સમાચારો પણ છે...