• Gujarati News
  • National
  • આજી ડેમ છલુંછલું, ન્યારી, ભાદરમાં આવક ચાલુ

આજી ડેમ છલુંછલું, ન્યારી, ભાદરમાં આવક ચાલુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજી ડેમ છલુંછલું, ન્યારી, ભાદરમાં આવક ચાલુ

રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી, ન્યારી અને ભાદર ડેમમાં નવાં નીરની આવક સતત ચાલુ છે. આજી ડેમ 27.10 ફૂટ પાણીથી ભરાઇ જતા હવે ઓવરફ્લો થવામાં માત્ર 1.90 ફૂટ બાકી છે. રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના 12 ડેમમાં ધીમીધારે નવાં નીરની આવક ચાલુ છે. ભાદરમાં 0.12 ફૂટની આવકે સપાટી 24.25 ફૂટ, ન્યારીમાં 0.26 ફૂટની આવકે સપાટી 18 ફૂટે પહોંચી છે. ઉપરાંત વાછપરીમાં 0.30 ફૂટ, વેરીમાં 0.49 ફૂટ, મચ્છુ-2માં 0.43 ફૂટ, બ્રાહ્મણી-2માં 2.13 ફૂટ, મચ્છુ-3માં 3.94 ફૂટ, ફુલઝર-2 અને વર્તુ-2માં 0.49 ફૂટ, વઢવાણ ભોગાવો-1માં 0.20 ફૂટ તથા લીંબડી ભોગાવો-2માં 0.30 ફૂટ નવાં નીરની આવક થઇ છે.

અન્ય સમાચારો પણ છે...