તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચેક રિટર્ન કેસમાં આરોપીને 2 વર્ષની સજા

ચેક રિટર્ન કેસમાં આરોપીને 2 વર્ષની સજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જમીનનાસોદો રદ થતાં પરત આપવાની થતી રકમનો આપેલો ચેક પરત ફરવાના ગુનામાં વિજય કે. નારિયાને અદાલતે દોષિત ઠેરવી 2 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. વિગત એવી છે કે, વિજય નારિયાએ ભાગીદારની પત્નીના નામે સુરેન્દ્રનગર જિલ્લાના મુલચંદ ગામના પ્લોટનો સોદો કર્યો હતો. સોદો રદ થતાં તેણે ચિરાગ મહેમુદાબાદી, કિશોરભાઇ રાખોલિયા, વિપુલભાઇ અને એમ.એચ. ગોંડલિયાને ચૂકવવાના થતાં રૂ. 6 લાખના ચેક અને પ્રોમિસરી નોટ લખી આપ્યા હતા.જે પૈકી 3.50 લાખનો ચેક રિટર્ન થતાં જૂનાગઢ કોર્ટમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ રાજકોટ કોર્ટમાં ટ્રાન્સફર થતાં વકીલ જયેન્દ્ર ગોંડલિયાએ કરેલી દલીલ, રજૂઆત ધ્યાને લઇને અદાલતે સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...