તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 40 વર્ષની દર 4 માંથી 1 વ્યક્તિને હાર્ટ એટેક આવે છે

40 વર્ષની દર 4 માંથી 1 વ્યક્તિને હાર્ટ એટેક આવે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
29સપ્ટેમ્બરના દિવસને પૂરા વિશ્વમાં વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. હૃદયરોગ અટકાવી શકાય તે માટે વિશ્વભરમાં સ્વસ્થ જીવનશૈલીની ઝુંબેશ ચાલી રહી છે, ઝુંબેશને કારણે પશ્ચિમના દેશોમાં હૃદયરોગનું પ્રમાણ ઘટી રહ્યું છે, જ્યારે ભારતમાં રોગનું પ્રમાણ વધી રહ્યું છે. હૃદયરોગનો હુમલો અગાઉ 50 થી 60 વર્ષની વ્યકિતને આવતો, પરંતુ ભારતમાં હવે 40 વર્ષની વયના વ્યક્તિને હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે. ભારતમાં દર ચાર વ્યક્તિએ એક વ્યક્તિને સરેરાશ 40 વર્ષની ઉમરે હૃદયરોગનો હુમલો આવે છે.

હાર્ટએટેકમાં થોડી સાવચેતી જીવન બચાવી શકે છે. હૃદયના રોગો થતા અટકાવવા લોકોએ પોતાની જીવનશૈલીને નિયમિત બનાવવી આવશ્યક છે.

હાર્ટ એટેકનાં લક્ષણો

{છાતીમાં દુ:ખાવો થવો.

{ છાતીમાં ખૂબ વજન હોય તેવો ભાસ થાય.

{ અંદરથી કંઇ ભીંસાતું હોય કે કચડાતું હોય તેવો ભાસ થાય.

{ કેટલાક દર્દીને પેટની ઉપરના ભાગમાં દુ:ખાવો થઇ શકે છે.

{ ગભરામણ થવી, પરસેવો વળવો, ડાબા હાથ અને ખભામાં દુ:ખાવો થવો.

સૌરાષ્ટ્ર - કચ્છમાં સૌથી વધુ હ્દયરોગના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવાની સાથે હાલમાં સૌરાષ્ટ્રમાં 6 કાર્ડિયોલોજિસ્ટ અને 2 કાર્ડિઆક સર્જન સાથે હ્દયરોગની સારવાર માટે ટીમ સ્ટર્લિંગ હોસ્પિટલમાં કાર્યરત છે. સાથે બે અત્યાધુનિક કેથલેબ, કાર્ડિઆક ઓપરેશન થિયેટર, કાર્ડિઆક આઇસીયુ, આઇવીયુએસ, એફએફઆર, સ્ટેન્ટબુસ્ટ ટેક્નોલોજી સહિતની અનેક અદ્યતન સુવિધા અપાય છે. ઉપરાંત દર્દોઓને મુશ્કેલીનો સામનો કરવો પડે તે માટે જટિલ હદયરોગની સારવાર પણ આપવામાં આવે છે. તેમજ અલ્ટ્રા મોર્ડન એમઆરઆઇ મશીનને ક્વાએટ સુટ એસેન્ઝા ટેક્નોલોજી સાથે ઉપલ્બ્ધ કરાવાયું છે. સૌરાષ્ટ્રમાં આવી અદ્યતન સુવિધા પ્રથમ વખત સ્ટર્લિંગ હોસ્પિટલમાં શક્ય બની છે.

એમઆરઆઇની અદ્યતન સુવિધા સ્ટર્લિંગમાં ઉપલબ્ધ

વોકહાર્ટ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. ધર્મેશ સોલંકી અને જયદીપ દેસાઇએ દિવસ સંદર્ભે જણાવ્યું હતું કે તંદુરસ્ત જીવનશૈલીને અનુસરવાથી હ્દયરોગની સમસ્યા નિવારી શકાય છે. વિશ્વભરમાં હ્દયરોગને અટકાવી શકાય તે માટે વિશ્વભરમાં સ્વસ્થ જીવનશૈલીની ઝુંબેશ ચાલી રહી છે. ઝુંબેશને કારણે પશ્ચિમના દેશોમાં હ્દયરોગનું પ્રમાણ ઘટી રહ્યું છે જ્યારે આપણા દેશમા વધી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે દર ચાર વ્યક્તિએ એક વ્યક્તિને સરેરાશ 40 વર્ષની ઉંમરે હ્દયરોગનો હુમલો આવે છે. ડો. સોલંકી અને ડો. દેસાઇએ હ્યદયરોગથી બચવા માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે વધુ ચરબીવાળો કે વધુ નિમકવાળો ખોરાક જેમ કે ઘી, આઇસક્રીમ, ચોકલેટ, ઇંડા, મટન, મીઠાઇઓ, ગાંઠિયા, ભજિયા સહિતનો ખોરાક બને ત્યા સુધી લેવાનો ટાળવો જોઇએ. આદર્શ વજન જાળળવા પ્રયત્ન કરવો. ઓછામાં ઓછું રોજ અડધો કલાક વોકિંગ કરવું. તનાવમુક્ત, વ્યસનથી દૂર રહેવું, બ્લડપ્રેસર, સુગર, કોલેસ્ટરોલ કાબૂમાં રાખવા. અને યોગ અને પ્રાણાયામ કરવા. બધા ઉપાયોથી હ્યદયરોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.

હૃદયરોગથી બચવા શાકભાજી, ફળોના આહારનું પ્રમાણ જરૂરી

હૃદયરોગથી બચવા થોડી જીવનશૈલી બદલાવી જરૂરી

29 સપ્ટેમ્બર વિશ્વભરમાં ‘વર્લ્ડ હાર્ટ-ડે’ તરીકે ઉજવાય છે

અન્ય સમાચારો પણ છે...