તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘ચંદ્રિકાબેન ખુરશીમાં બેઠા હોય તો ઉઠાડીને ઘર ભેગા કરી દયો’

‘ચંદ્રિકાબેન ખુરશીમાં બેઠા હોય તો ઉઠાડીને ઘર ભેગા કરી દયો’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્રસિંહજીઆર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ચંદ્રિકાબેન વાઢેર રૂ.2500ની લાંચ લેતાં ઝડપાયા બાદ જેલમાં ધકેલાયા હોવા છતાં શિક્ષણ વિભાગે તેને સસ્પેન્ડની કાર્યવાહીમાં ઢીલું વલણ અખત્યાર કરતા દિવ્ય ભાસ્કરે ત્રણ દિવસથી ઝુંબેશ ચલાવી તંત્રને આડે હાથ લીધું હતું અને તેના પરિણામે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના અધિકારીએ બુધવારે સવારેકોલેજમાં ફોન કર્યો હતો કે ‘જો ચંદ્રિકાબેન વાઢેર પોતાની(પ્રિન્સિપાલની) ખુરશી પર બેઠા હોય તો તેમને ઉઠાડીને ઘરભેગા કરી દયો’જેના પગલે ચંદ્રિકાબેન ને ઘરભેગા કરી દેવાયા હતા અને પ્રિન્સિપાલનો ચાર્જ એસોસિએટ પ્રોફેસર ડો.શિરિષ ભારદ્વાજને સોંપાયો છે.

ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ ચંદ્રિકાબેન વાઢેરને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, એસીબીઅે આપને લાંચ લેવાના ગુનામાં 20 સપ્ટેમ્બરે ઝડપી લીધા હતા અને 48 કલાકથી વધુ લોકઅપમાં રહેલા છો. જેથી નિયમોનુસાર આપને અટકાયત તારીખથી ફરજમોકૂફી પર ગણી લેવામાં આવેલા હોય ફરજ પર હાજર થવા કોલેજ ની કામગીરીમાં પ્રશ્નો ઊભા થાય તે માટે ડો.શિરિષ ભારદ્વાજને કામગીરી ઉપરાંત નાણાકીય ચાર્જ સોંપવાનો આદેશ કર્યો હતો.

ચંદ્રિકા વાઢેરને સસ્પેન્ડ કરો : NSUI

એનએસયુઆઇએબુધવારે યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદન પાઠવી એવી રજૂઆત કરી હતી કે, લાંચ લેતાં પકડાયેલા ડી. એચ. કોલેજના પ્રિન્સિપાલ ચંદ્રિકાબેન વાઢેરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેની કામગીરીની તપાસ કરવામાં આવે તેવી અમારી માગણી છે અન્યથા કોલેજ અને શિક્ષણ તંત્ર સામે આંદોલન છેડાશે.

લાંચિયા આચાર્યા વાઢેરને ફરજ પર હાજર થવા આદેશ, ડી.એચ.કોલેજના પ્રિન્સિપાલનો ચાર્જ ભારદ્વાજને સોંપાયો

ગાંધીનગરથી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીમાંથી ફોન આવ્યો

અન્ય સમાચારો પણ છે...