તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આતંકવાદીઓ ઘૂસ્યાનો મેસેજ રાજકોટમાં પણ સઘન ચેકિંગ

આતંકવાદીઓ ઘૂસ્યાનો મેસેજ રાજકોટમાં પણ સઘન ચેકિંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છસરહદેથી 10 આતંકવાદીઓ ઘૂસ્યાના સુરક્ષા એજન્સીઓએ ઇનપૂટ આપતાં ગુજરાતમાં હાઇએલર્ટ જારી કરી દેવાયું છે. જેના પગલે રાજકોટ શહેરમાં પણ ઠેરઠેર ચેકિંગ શરૂ કરી દેવાયું છે અને કેટલાક પોઇન્ટ પર એસઆરપી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં અાવ્યો છે.

હાઇએલર્ટને પગલે રાજકોટ શહેર પોલીસ પણ હરકતમાં આવી ગઇ છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર અનપુમસિંઘ ગેહલોતે જણાવ્યું હતું કે, ગૃહવિભાગમાંથી મળેલી સૂચના મુજબ તાકીદે ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસઓજી અને બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા શહેરના તમામ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલ જેવા વિસ્તારમાં ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. શકમંદ દર્દીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમજ જરૂર પડ્યે શકમંદોને સકંજામાં લઇ લેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

ઉપરાંત શહેરની તમામ હોટેલો, હાઇવે પરના ધાબા ચેક કરવામાં આવી રહ્યા છે. હાઇવે પર પસાર થતા તમામ વાહનોનું ચેકિંગના આદેશ આપી દેવાયા છે.

108, એમ્બ્યુલન્સના ચાલકોને સતર્ક કરાયા

આતંકવાદીઓએમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને સિવિલ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓ મોટી સંખ્યાં હોય છે ત્યાં ઘૂસવાનો પણ આતંકવાદીઓ પ્લાન કરી શકે. સંભાવનાને ધ્યાને લઇ રાજ્યભરની 108 તેમજ એમ્બ્યુલન્સના ચાલકોને સતર્ક કરવામાં આવ્યા છે. કોઇપણ દર્દીને એમ્બ્યુલન્સમાં બેસાડવામાં આવે ત્યારે તેની સાથે કોઇ સામાન લેવો નહીં તેમજ રસ્તામાં પોલીસ એમ્બ્યુલન્સ અટકાવે તો વાહન અટકાવીને પોલીસને તલાસીની કામગીરી કરવા દેવી સહિતની સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...